જસદણના ખાડાહડમતીયામાંથી વિદેશી દારૂના 111 ચપલા પકડાયા: આરોપી ફરાર

29 September 2022 11:58 AM
Jasdan Crime Saurashtra
  • જસદણના ખાડાહડમતીયામાંથી વિદેશી દારૂના 111 ચપલા પકડાયા: આરોપી ફરાર

પોલીસે રૂ।.51 હજારનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી શીવરાજની શોધખોળ આદરી

રાજકોટ,તા.29 : જસદણના ખાડા હડમતીયા ગામના મકાનમાંથી પોલીસે વિદેશી દારૂના 111 ચપલા રૂ।.51 હજારનો મુદ્દામાલ પકડી પાડયો હતો.જયારે આરોપી શિવરાજ નાશી છુટતાં શોધખોળ આદરી હતી.દરોડાની વિગત અનુસાર, જસદણ પોલીસ મથકના (એ.એસ.આઈ) ભુરાભાઈ માલીવાડ, ટીમ સાથે પેટ્રોલીંયમમાં હતાં. ત્યારે મળેલ ચોકકસ બાતમીના આધારે કોન્સ્ટેબલ મહિપતભાઈ અલ્પેશભાઈ અને અશોકભાઈએ ખાડા હડમતીયા ગામમાં રહેતા શીવરાજ ભીખુ ભાભલાના મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂના 111 ચપલા રૂ।.51 હજારનો મુદ્દામાલ પકડી પાડયો હતો.જયારે દરોડાની ગંધ આવી જતા આરોપી શીવરાજ નાશી છુટતા પોલીસે શોધખોળ આદરી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement