ઉનાના ખાપટ ગામે લાખો રૂપિયાની ઉચાપત કરનાર પોસ્ટ માસ્તર સામે આખરે ગુનો દાખલ

29 September 2022 12:02 PM
Veraval Crime Saurashtra
  • ઉનાના ખાપટ ગામે લાખો રૂપિયાની ઉચાપત કરનાર પોસ્ટ માસ્તર સામે આખરે ગુનો દાખલ

ગરીબ, મજુર, વિધવા, મહિલાની રૂ।.10.49 લાખની રકમ ચાંઉ કરી

ઉના,તા.29 : ઉનાના ખાપટ ગામમાં આવેલ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતાં પોસ્ટ માસ્તર દિવ્યેશ થોભણ બારડ પોતે ડોળાસા ગામે રહેતો હોય આ પોષ્ટ માસ્તરે ખાપટ ગામના ગરીબ મજુરવર્ગના, વિધવા સહાયની રકમ પોતાના બચત ખાતા, વિમા કવચ, વિધવા મહિલા, શ્રમિક, ખેડુતો પોતાની બચત રકમ પોસ્ટ ખાતામાં જમા કરાવતા હતા. આ તમામ પોસ્ટખાતા માંથી પોષ્ટ માસ્તર દિવ્યેશ થોભણ બારડે બોગસ સહિ તેમજ બનાવટી અંગુઠાના નિશાન કરી ફરજ દરમિયાન લાખો રૂપિયાની રકમ ઉપાડી કૌભાંડ આચરી ફરાર થઈ ગયો હતો. જેથી આ સમગ્ર કોંભાડ બહાર આવતા એક માસ પહેલા ખાતેદારોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

આથી આ પોસ્ટ માસ્તર દિવ્યેશ થોભણ બારડને તાત્કાલીક પકડી યોગ્ય કાર્યવાહી કરવા અને લોકોના પરત નાંણા અપાવવા માંગણી સાથે ગ્રામજનોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો હતો. અને આ બાબતે ખાપટ ગામના સરપંચના પ્રતિનીધી કાનાભાઇને જાણ કરતા તેમણે પોસ્ટ ઓફીસના અધિકારીને તાત્કાલીક ન્યાયીક તપાસ કરી પોસ્ટ માસ્ટર વિરૂધ્ધ પગલા ભરવા જણાવેલ હતું.પોલીસ ફરીયાદ મુજબ ડોળાસા ગામે રહેતો દિવ્યેશ થોભણ બારડ ઉનાના ખાપટ બ્રાન્ચ પોસ્ટ ઓફિસ (હાલ ફરજ મોકુફ) દ્વારા પોતાની ફરજ દરમ્યાન ખાપટ બ્રાન્ચ પોસ્ટ ઓફિસની તા. 20 ઓગસ્ટ. 2022 ના રોજની બંધ સિલકના નાણાં કુલ રૂ. 5,90,018 તેમજ ખાતેદાર સુરેશભાઇ વિરાભાઈ વાઢેરના એસબીઆઈ બેંક ખાતા માંથી રૂ. 43,800 ખાતેદારની જાણ બહાર અને તેમની બનાવટી સહી કરીને ઉપાડી લઈ લીધેલ છે. તેમજ ખાતેદા2 કડવીબેન સામતભાઈ સાંખટ તેમજ ભૂપતભાઇ ગોવિંદભાઇ સાંખટના સયુક્ત એસ બી આઈ બેંક માંથી રૂ. 3,95,000 ખાતેદારની જાણ બહાર બનાવટી અંગુઠાના નિશાન મારીને રકમ ઉપાડી લીધા છે.

તેમજ સાક્ષી તરીકે એલ, કે, વાઢેરની બનાવટી સહી કરીને રકમ ઉપાડી લઈ તેમજ અલગ અલગ ચાર ખાતા ધારકોના નાણાં રૂ. 2,21,000 તેમના પોસ્ટ ઓફિસના જેતે ખાતામાં જમા કરવાને બદલે દિવ્યેશ બારડે કુલ રકમ રૂ.12,49,818ની સરકારી નાણાની પોતાના અંગત ફાયદા માટે ઉપયોગમાં લઈ સરકારી નાણાની ઉચાપત કરી ચાઉ કરી ગયેલ છે.. આ અંગે સબ ઇન્સ્પેક્ટર પોસ્ટલ, ઉના સબ ડિવીઝનના દીપક શ્રીક્રિષ્ણ યાદવએ ઉના પોલીસમાં પોષ્ટ માસ્તર દિવ્યેશ થોભણ બારડ વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે આ શખ્સને ઝડપી પાડવા ચક્રગતીમાન કરેલ છે..આમ અલગ-અલગ પોસ્ટ ખાતા ધારકોની જાણ બહાર પોષ્ટ માસ્તરે દિવ્યેશ બારડે ખોટી સહીઓ તથા બનાવટી અંગુઠાના નિશાન કરી બનાવટી દસ્તાવેજ ખોટા ઉભો કઈ સાચા તરીકે ઉપયોગ કરી સરકાર તથા ખાતા ધારકો સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરી નાંણા ચાઉં કરી નાશી છૂટ્યો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement