ધ્રોલમાં મહાલક્ષ્મી ગરબી મંડળ દ્વારા 80 વર્ષથી યોજાતા બાળાઓના રાસ-ગરબા

29 September 2022 12:03 PM
Jamnagar Saurashtra
  • ધ્રોલમાં મહાલક્ષ્મી ગરબી મંડળ દ્વારા 80 વર્ષથી યોજાતા બાળાઓના રાસ-ગરબા
  • ધ્રોલમાં મહાલક્ષ્મી ગરબી મંડળ દ્વારા 80 વર્ષથી યોજાતા બાળાઓના રાસ-ગરબા

ધ્રોલ ખાતે શ્રી મહાલક્ષ્મી ગરબી મંડળ આશરે 80 વર્ષથી બાળાઓ દ્વારા રાસ-ગરબાનું આયોજન કરવામાં આવે છે. આ નવરાત્રી પર્વની ઉજવણી મહાલક્ષ્મી માતાજીના મંદિરના પુજારીના કુટુંબના સભ્યો તેમજ લતાવાસીઓ દ્વારા આયોજન કરવામાં આવે છે. મહાલક્ષ્મી ગરબી મંડળ ખાતે ભાગ લેતી બાળાઓ દ્વારા પ્રાચીન અને અર્વાચીન રાસ-ગરબાઓ લેવામાં આવે છે. આ પ્રસંગે બાળાઓને પ્રસાદી, તથા લાણી વિતરણ સ્મીતાબેન એચ. કંસારા દ્વારા કરવામાં આવેલ તેમજ શ્રી લક્ષ્મી માતાજીના ભક્તો દ્વારા બાળાઓ માટે પ્રસાદ તથા લાણી વિતરણ કરવામાં આવે છે. (તસ્વીર : હસમુખ કંસારા-ધ્રોલ)


Related News

Advertisement
Advertisement
Advertisement