ગીરગઢડા તાલુકામાં 20.80 કરોડનાં માર્ગોનાં કામો મંજુર

29 September 2022 12:05 PM
Veraval Saurashtra
  • ગીરગઢડા તાલુકામાં 20.80 કરોડનાં માર્ગોનાં કામો મંજુર

ધારાસભ્ય પુંજાભાઇ વંશનાં પ્રયાસો સફળ : ર1 ગ્રામ્ય વિસ્તારને જોડતા નોન પ્લાન રસ્તા નવા બનશે

ઉના, તા.29 : ગીરગઢડા તાલુકાના સર્વાંગી વિકાસ માટે હંમેશા કટીબધ્ધ જાગૃત અને પ્રજા પ્રિય લોક પ્રતિનિધી ધારાસભ્ય પુંજાભાઈ વંશ દ્વારા સધન પ્રયાસ દ્વારા પરીણામ રૂપી ઉના ગીરગઢડા તાલુકા નાં જોડતાં ગ્રામિણ વિસ્તાર નોન પ્લાન રસ્તા 35.90 કિ.મી. લંબાઈનાં 20.80 કરોડનાં મંજુર કરાવતા લોકોમાં આનંદ અને ખુશીની લહેર સાથે ગ્રામિણ વિસ્તારોમાં સારા રસ્તાનાં કારણે અનેક સમસ્યાથી મુશ્કેલી અનુભવી રહેલી પ્રજાને રાહત મળશે.

ધારાસભ્ય પુંજાભાઈ વંશનાં જણાવ્યા મુજબ ઉના ગીરગઢડા તાલુકાના વ્યાજપુર વાવરડા રોડ 3.20 કિ મી રૂ 200.00 કોદીયા ઈટવાયા માર્ગ 4.50 કિ મી 180.00 લાખ ખજુદા ખડા રોડ 4 કિમી 200.00લાખ માણેકપુર ખત્રિવાડા રોડ 4 કિ મી રૂ.400.00 લામધાર ગૃપત પ્રયાગ રોડ3.10 કિ મી રૂ.125.00 જુના ઉગલા ભડીયાદર રોડ4.50 કિ મી રૂ.295.00નાના સમઢિયાળા રબારીકા 5.50 કિ. મી. રૂપિયા 300.00 ભાચા વાવરડા રોડ 2.50 કિ. મી. રૂપિયા 115.00 નવી વાજડી થી જુની વાજડી માર્ગ 2 કી. મી. 150.00 શાડેશર ઓલવાણ રસ્તા 1 કિ. મી. અંતર રૂ 55.00 કારેક બરડા સુલતાન પુર માર્ગ 1.50 કિ મી 60.00 આમ કુલ 35.90 કી મી નાં નોંધ પલાન રસ્તા નવિ કરણ કરવાં રાજ્ય સરકાર પાસે ધારાસભ્ય પુંજાભાઈ વંશએ માંગણી કરતાં સરકારે આ રસ્તા મંજુર કરીને તેનાં અંદાજીત રૂપિયા 20.80 લાખની રકમ માર્ગ મકાન વિભાગનાં મંત્રી દ્વારા ફાળવણી કરાતાં નાનાં મોટાં ગ્રામિણ વિસ્તારોમાં રસ્તા ની સમસ્યા હલ થશે.

ઉના ગીરગઢડા તાલુકાના ધારાસભ્ય પુંજાભાઈ વંશ નાં પ્રવાસ દરમિયાન પંચાયત કચેરી તેમજ સરપંચો ગામ લોકો ની રજૂઆત નોન પ્લાન રસ્તા બનાવવાની આવતાં આ સંદર્ભે તાત્કાલિક માર્ગ મકાન મંત્રીને તા 31/3/2022 તેમજ 19/7/2022રોજ રજૂઆત કરવામાં આવી હતી તેમજ વર્ષનાં બાકી રહેલ 5 કરોડ નાં રસ્તા પણ સાથે મજુર કરવાં જણાવતાં ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પાસે માર્ગ મકાન વિભાગનો હવાલો સંભાળી રહ્યા છે તેમણે ધારાસભ્ય પુંજાભાઈ વંશની રજૂઆત માંગણીને ધ્યાને લઈ ને35.90 કી મી નાં રસ્તા ની અંદાજીત ખર્ચનાં 20.80 કરોડનાં નોન પ્લાન રસ્તાની રકમ ફાળવી દેતાં ઉપરોક્ત રસ્તા મજુર કરવાં આવેલ હોવાનું ધારાસભ્ય પુંજાભાઈ વંશની યાદી જણાવેલ છે.


Related News

Advertisement
Advertisement
Advertisement