જસદણમાં ગઢડીયા રોડ પર ખોદકામનો ખાડો બુરાતા વાહન ચાલકોમાં રાહત

29 September 2022 12:06 PM
Jasdan Saurashtra
  • જસદણમાં ગઢડીયા રોડ પર ખોદકામનો ખાડો બુરાતા વાહન ચાલકોમાં રાહત

ખાડાનાં પુરાણમાં માટીને બદલે સિમેન્ટ-કપચી નાખવા માંગ

(નરેશ ચોહલીયા) જસદણ,તા.29 : જસદણનો ગઢડીયા રોડ અનેક ગામોને જોડતો મુખ્ય માર્ગ હોવાથી દરરોજ હજારો વાહનોની અવરજવર રહે છે. પરંતુ જસદણ નગરપાલિકાના કોન્ટ્રાક્ટરે આ રોડમાંથી પાણીની લાઈન પસાર કરવા માટે એકાદ મહિના પહેલા સિમેન્ટ રોડને ખોદી નાખ્યો હતો. જેના કારણે આ રોડ અકસ્માત સંભવિત બની જવા પામ્યો હતો.

આ અંગે સ્થાનિક લોકો દ્વારા જસદણ નગરપાલિકા તંત્રના જવાબદારોને અનેકવાર રજૂઆતો સ્થાનિક વેપારી વિષ્ણુભાઈ ચૌહાણ દ્વારા માંગ કરવામાં આવી હતી. આ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવતા આખરે જસદણ નગરપાલિકા તંત્ર મોડુંમોડું હરકતમાં આવ્યું હતું અને પાણીની લાઈન નાખી રોડને બુરવાની કામગીરી કરતા સ્થાનિક વેપારીઓ અને વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

જોકે આ કામના કોન્ટ્રાક્ટરે લાઈન નાખવા સિમેન્ટ રોડ તોડ્યો હતો. પણ લાઈન નાખ્યા બાદ ખોદેલા રોડમાં માટી નાખી હાશકારો અનુભવી લેતા સ્થાનિક વેપારીઓ અને વાહનચાલકોમાં અનેક ભારે નારાજગી ઉઠવા પામી છે. જસદણ નગરપાલિકા તંત્રના જવાબદારો દ્વારા ખોદેલા રોડને બુરવા માટે નાખેલી માટીને તાત્કાલિક હટાવી રોડને સિમેન્ટથી રીપેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement