ઉનાના નવાબંદરમાં અસ્થિર મગજની વૃધ્ધાને બાળક ચોરી કર્યાની શંકાના આધારે ફટકાર્યા

29 September 2022 12:08 PM
Veraval
  • ઉનાના નવાબંદરમાં અસ્થિર મગજની વૃધ્ધાને બાળક ચોરી કર્યાની શંકાના આધારે ફટકાર્યા

પોલીસે માનવતા દાખવી વૃધ્ધાશ્રમમાં આશ્રય અપાવ્યો

ઉના, તા.29 : ઊનાના નવાબંદર ગામમાં આજે અન્ય રાજ્ય માંથી આવેલી એક અજાણી વૃધ્ધા મહિલા અસ્થિર મગજની આવી ચઢતા લોકોએ તેને બાળકો ચોરી કરતી હોવાની શંકા આધારે લોકોના ટોળેટોળા એકત્ર થઇ ઢોરમાર માર મારવામાં આવ્યો હતો. બાદમાં આ અસ્થિર મગજની વૃધ્ધ મહીલાને લોકોએ મારમાર્યા બાદ બાઇક પર બેસાડી નવાબંદર મરીન પોલીસ સ્ટેશનને લઇ જવામાં આવેલ જ્યાં પોલીસે પુછપરછ કરતા આ અસ્થિર મગજની મહિલા હોવાની હોવાની જાણ થતાં પોલીસે દેલવાડા ગુપ્ત પ્રયાગ ખાતે આવેલ વૃધ્ધાશ્રમ ખાતે મોકલી આપેલ છે.

સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયેલ જેમાં હિંસક ટોળાએ કાયદો હાથમાં લઈને અસ્થિર મગજની વૃધ્ધ મહિલાને આડેધડ માર મારે છે. અને એક યુવાન તેને ઉપાડી બાઇકમાં બેસાડે છે બાદમાં બે શખ્સો બાઇકમાં બેસાડી લઇ જતાં હોવાની સમગ્ર ઘટના વાયરલ વિડીયોમાં જોવા મળે છે. પોલીસ પૂછપરછ કરતા મહિલા અસ્થિર મગજની હોવાનું જાણવા મળ્યું હતું. અને નવાબંદર મરીન પોલીસ દ્વારા માનવતા દાખવીને વૃધ્ધ મહિલાને ગુપ્ત પ્રયાગ વૃદ્ધાશ્રમમાં રાખવામાં આવી છે. જોકે આ અસ્થિર મગજની મહીલાને ઢોર મારમારનાર ટોળાઓ વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરશે ખરૂ ?


Advertisement
Advertisement
Advertisement