36મી નેશનલ ગેમ્સમાં ગુજરાતની પુરૂષોની નેટ બોલ ટીમે જીત મેળવી

29 September 2022 12:09 PM
Bhavnagar Saurashtra
  • 36મી નેશનલ ગેમ્સમાં ગુજરાતની પુરૂષોની નેટ બોલ ટીમે જીત મેળવી

(વિપુલ હિરાણી) ભાવનગર, તા.29
ગુજરાતની પુરૂષ નેટબોલ ટીમે મંગળવારે ભાવનગરમાં 36 મી નેશનલ ગેમ્સમાં તેની બીજી પૂલ-એ ની મેચમાં મધ્યપ્રદેશ સામે 53-38 થી જોરદાર જીત મેળવીને સેમિફાઇનલમાં સ્થાન મેળવવા અને સંભવિત મેડલ માટેની પોતાની દાવેદારી નોંધાવી છે.

ગુજરાત અને મધ્યપ્રદેશ બંને હવે એક જીત અને એક હાર સાથે બે પોઈન્ટ પર છે પરંતુ યજમાન ટીમ સારા રેકોર્ડને કારણે બીજા સ્થાને છે. ત્રીજા અને અંતિમ પૂલ એ મુકાબલામાં ગુજરાતનો મુકાબલો ચોથા સ્થાને રહેલા પંજાબ સાથે થશે જ્યારે મધ્યપ્રદેશનો મુકાબલો હરિયાણા સાથે થશે. કપ્તાન વિકાસ પ્રજાપતિ 29 પોઈન્ટ સાથે ગુજરાત માટે ટોપ સ્કોરર રહ્યો હતો જ્યારે શરૂઆતની મેચમાં યજમાન માટે સૌથી વધુ સ્કોરર કરનાર હિમાંશુએ ફરી એકવાર 24 પોઈન્ટ મેળવીને તેની શૂટિંગ કૌશલ્ય દર્શાવી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement