વેરાવળના ગુણવંતપુર ગામથી તાલાલાના વામતળાવ ગામને જોડતા રસ્તાનું ખાતમુહૂર્ત

29 September 2022 12:21 PM
Veraval
  • વેરાવળના ગુણવંતપુર ગામથી તાલાલાના વામતળાવ ગામને જોડતા રસ્તાનું ખાતમુહૂર્ત

વેરાવળ, તા.29 : વેરાવળ તાલુકાનાં ગુણવંતપુર ગામથી તાલાળા તાલુકાનાં વામળવાવ ગામને જોડતા રસ્તા માટે રૂ.95 લાખના નોન પ્લાન રસ્તાનું કામ મંજૂર કરાવેલ જેનું ખાતમુહૂર્ત સોમનાથના ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલ હતું.વેરાવળ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારો માટે નોનપ્લાન રસ્તા માટે ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા દ્વારા ઉગ્ર રજૂઆતો કરવામાં આવતા ગુણવંતપુર થી તાલાળા તાલુકાનાં ધામળવાવ ગામને જોડતો રસ્તો બંને તાલુકાને જોડતો રસ્તો છે, અને અત્યાર સુધી આ રસ્તો ક્યારેય બનાવવામાં આવેલ ન હોતો જેથી બિસ્માર હાલતમાં આ રસ્તા ઉપરથી પસાર થતાં બન્ને તાલુકાનાં હજારો લોકોની સમસ્યા હતી. આ સમસ્યાને પહોંચી વળવા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા રૂ.95 લાખના ખર્ચે ગુણવંતપૂર થી તાલાળા તાલુકાનાં ધામળવાવ ગામને જોતો નોન-પ્લાન માટે મંજૂર કરવેલ અને વહેલી તકે આ રસ્તાનો લોકોને લાભ મળી રહે તેવા હેતુથી ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાના હસ્તે ખાત મુહર્ત કરવામાં આવેલ હતું.


Advertisement
Advertisement
Advertisement