વેરાવળના સાજીદભાઈ પટ્ટનીની સન કંપની ફિશ એકસપોર્ટમાં પ્રથમ ક્રમે: સન્માન

29 September 2022 12:22 PM
Veraval
  • વેરાવળના સાજીદભાઈ પટ્ટનીની સન કંપની ફિશ એકસપોર્ટમાં પ્રથમ ક્રમે: સન્માન

વેરાવળ,તા.29 : સમગ્ર ભારતમાં ફીશ એક્સપોર્ટમાં પ્રથમ આવતા ભારત સરકારના એમપેડા દ્વારા એવોર્ડ વેરાવળના સન એક્સપોર્ટના સાજીદભાઇ પટની (સન) ને મળતા તેમનું વેરાવળ મુસ્લિમ સમાજ દ્વારા સન્માન કરાયેલ હતું.વેરાવળના સાજીદભાઇ પટની ની સન એક્સપોર્ટ કંપની ફિશ એક્સપોર્ટ કરવામાં પ્રથમ નંબર મેળવતા વેરાવળ મુસ્લિમ સમાજના પ્રમુખ અનવરભાઈ ચૌહાણ દ્વારા પટની હોલ ખાતે સન્માન સમારોહ યોજાયેલ જેમાં ફિશ એક્સપોર્ટરો, સમાજના પટેલો, આગેવાનો ઉપસ્થિત રહેલ હતા.આ કાર્યક્મની શરૂઆત કુરાને પાકની તીલાવતથી કરાયેલ હતી.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ સાજીદભાઇ પટની, ફારૂકભાઈ સોરઠીયા, યુસુફભાઇ તવક્કલ, અનવરભાઈ ચૌહાણ, ફારૂકભાઈ બુઢિયા સહિતનોએ ઉદબોધન કરી મુસ્લિમ સમાજ દરેક ક્ષેત્રે આગળ આવે અને મુસ્લિમ સમાજનુ ગૌરવ વધારે તે બાબતે સજાગ રહેવા જણાવેલ હતું. આ કાર્યકમાં તુરક સમાજના જાવિદભાઈ તાજવાની, પાટણ પટની સમાજના યુસુફભાઇ પાકીઝા, હાજી રિયાઝ, સફીભાઈ દલાલ, ફકીર સમાજના ઇકબાલભાઇ બાનવા, હનીફભાઇ બાઘડા, ફારૂકભાઈ પેરેડાઇઝ, સબીરબાપુ સયેદ, ઇકબાલભાઇ મુકામી, હનીફભાઇ રંગીલા જણાવેલ છે.


Advertisement
Advertisement
Advertisement