રાજસમઢીયાળામાં શ્ર્રમિક યુવકે ગળેફાંસો લગાવી જીવન ટુંકાવ્યું

29 September 2022 12:23 PM
Rajkot
  • રાજસમઢીયાળામાં શ્ર્રમિક યુવકે ગળેફાંસો લગાવી જીવન ટુંકાવ્યું

મુળ વડોદરાના ચિરાગે પોતાના ઘરે અગમ્ય કારણોસર અંતિમ પગલું ભરી લીધું: દૂધ દેવાવાળાએ યુવકને લટકેલી હાલતમાં જોતા પોલીસને જાણકારી આપી: પરીવારમાં કલ્પાંત

રાજકોટ,તા.29
ભાવનગર રોડ પર આવેલ રાજસમઢીયાળા ગામે ચિરાગ પાટણવાડીયા નામના યુવકે અગમ્ય કારણોસર પોતાના ઘરે છતના હુકમાં દોરડા વડે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવ અંગેની જાળ થતાં આજીડેમ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

બનાવ અંગેની વધુ વિગત અનુસાર, મુળ વડોદરાના અને હાલ રાજસમઢીયાળા ગામે આવેલ નવરંગ ઈન્ડસ્ટ્રીઝન કારખાનામાં કામ કરતાં ચિરાગભાઈ શાંતીલાલ પાટણવાડીયા (ઉ.વ.30) ગત રોજ સાંજે પોતાના ઘરે ગળેફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો, જે બાદ ત્યાં દૂધ આપવા આવેલા દૂધવાળાએ જોતાં યુવક લટકેલી હાલતમાં જોવા મળતાં આજીડેમને નિચે ઉતારી પંચરોજ કામ કરી પીએમમાં અંગેની સીવીલે ખસેડયો હતોં.

મૃતક યુવકના વડોદરા રહેતાં પરીવારને બનાવ અંગે જાણ કરી આપઘાતનું કારણ જાણવ તપાસ હાથ ધરી હતી,મુતક અપરિણીત અને ત્રણભાઈ બહેનમાં મોટો હતો.જેના મોતથી પરીવારમાં કલ્પાંત છવાયો હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement