ભાવનગરના ઐતિહાસિક મોતીબાગ ટાઉનહોલના રૂ. 5.31 કરોડના ખર્ચના રિનોવેશન અને રિ-ડેવલપમેન્ટ કાર્યનું લોકાર્પણ

29 September 2022 12:25 PM
Bhavnagar
  • ભાવનગરના ઐતિહાસિક મોતીબાગ ટાઉનહોલના રૂ. 5.31 કરોડના ખર્ચના રિનોવેશન અને રિ-ડેવલપમેન્ટ કાર્યનું લોકાર્પણ
  • ભાવનગરના ઐતિહાસિક મોતીબાગ ટાઉનહોલના રૂ. 5.31 કરોડના ખર્ચના રિનોવેશન અને રિ-ડેવલપમેન્ટ કાર્યનું લોકાર્પણ

ઐતિહાસિક ટાઉનહોલમાં મહારાજા કૃષ્ણકુમારજીનો રાજ્યાભિષેક થયો હતો અને સરદાર પટેલને પોતાનું રજવાડું સોંપવાના દસ્તાવેજ સુપ્રત કર્યા હતાં

(વિપુલ હિરાણી) ભાવનગર, તા. 29
આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ભાવનગર મુલાકાત વખતે મોતીબાગ ખાતે આવેલ ટાઉન હોલના રીનોવેશન તથા રી-ડેવલોપમેન્ટના કામનું લોકાર્પણ કરવાનાં છે.
આ હોલનું રીનોવેશન તથા રી-ડેવલોપમેન્ટનું કામ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની આગવી ઓળખ ની રૂા. 5.31 કરોડની ગ્રાંટમાંથી રૂા. 5.05 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે.

આ હોલના આકર્ષણ તરીકે ટાઉનહોલના બાંધકામની હેરીટેઝ વેલ્યુ તથા મૂળભૂત ઓળખ જળવાઇ રહે તે રીતે રેટ્રોફીકેશન વર્ક કરવામાં આવ્યું છે. તેમજ આ ટાઉનહોલની સુંદરતામાં વધારો થાય તે માટે આજુબાજુની જગ્યાએ લેન્ડ સ્કેપીંગ દ્વારા આકર્ષણમાં વધારો કરવામાં આવ્યો છે.

આ હોલ ઐતિહાસીક એટલાં માટે છે કે, મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો રાજ્યાભિષેક આ હોલમાં થયો હતો. લોકોને તેમના રાજ્યાભિષેક બાદ એક નવું સંકુલ મળે તે હેતુથી આ હોલમાં તેમનો રાજ્યાભિષેક થયો હતો. બીજી એક રોચક બાબત એ છે કે, આ એ જ હોલ છે કે, જેમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ભાવનગરના રજવાડાના ભારત સંઘમાં વિલીનીકરણના દસ્તાવેજો સરદાર વલ્લભભાઇ પટેલને આ હોલમાં જ સોંપ્યાં હતાં.

આ રીતે આ હોલ ઐતિહાસિક મહત્વ ધરાવતો હોલ છે. ઐતિહાસિક કોતરણી અને બેનમૂન કારીગરી ધરાવતો આ હોલ જોવાં લાયક છે. ઇતિહાસની સાહેદી પૂરતાં આ હોલનું રિનોવેશન થતાં લોકોને તેમના વિવિધ પ્રસંગો માટેનું એક નવું સરનામું ઉપલબ્ધ થશે.


Advertisement
Advertisement
Advertisement