મેટોડામાં ઉછીના આપેલા રૂપિયા પરત માંગતા બે ભાઈઓને સળીયાથી મારમાર્યો

29 September 2022 12:27 PM
Rajkot
  • મેટોડામાં ઉછીના આપેલા રૂપિયા પરત માંગતા બે ભાઈઓને સળીયાથી મારમાર્યો

રૂ।.50 હજાર 8 દિવસ પુરતા સુરેન્દ્રને આપેલા, દિપક અને રાહુલ યાદવે આ રૂપિયા પરત માંગતા સુરેન્દ્ર અને સુબોધે હુમલો કર્યાનો આક્ષેપ: બંન્ને સારવારમાં

રાજકોટ,તા.29
રાજકોટ નજીક આવેલા વાજડી ગામ પાસે મેટોડા ગેટ નં.2માં શ્રીનાથજી પાર્કમાં રહેતા દિપક જંગંશ્ર્વર યાદવ (ઉ.વ.19) અને તેના મોટાભાઈ રાહુલને ગત રાત્રે ઈજાગ્રસ્ત હાલતમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ, પોલીસ સૂત્રોએ જણાવ્યા મુજબ દિપક અને રાહુલે સુરેન્દ્રને જરૂરીયાત હોવાથી રૂ।50 હજાર હાથ ઉછીના આપ્યા હતા.

સુરેન્દ્રએ 8 દિવસમાં રૂપિયા પરત આપી દેવાની ખાતરી આપેલી જેથી બંન્ને ભાઈએ ગઈકાલે રાત્રે સુરેન્દ્ર પાસે રૂપિયાની ઉઘરાણી કરી હતી અને આઠ દિવસ થઈ ગયા હોય રૂપિયા પરત આપી દેવા કહેવું.

જો કે, ત્યાં હાજર સુરેન્દ્ર અને સુબોધે ડખ્ખો કરી હાલ રૂપિયા નથી પછી લઈ લેજે તેવો જવાબ આપના બોલાચાલી થયેલી એ દરમિયાન સુબોધ અને સુરેન્દ્રએ લોખંડના સળીયા વડે મારમાર્યો હતો.જેથી બંન્ને ભાઈ ઈજાગ્રસ્ત થયા હતાં. લોધીકા પોલીસે આ મામલો નિવેદન લેવાની કાર્યવાહી કરી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement