વેરાવળનાં નાવદ્રા ગામે જુગાર રમતા 12 ઝડપાયા

29 September 2022 12:27 PM
Veraval
  • વેરાવળનાં નાવદ્રા ગામે જુગાર રમતા 12 ઝડપાયા

વેરાવળમાં દહેજ પ્રશ્ને પરિણીતાને સાસરીયાઓનો ત્રાસ

વેરાવળ, તા.29
વેરાવળ તાલુકાના નાવદ્રા ગામે પોલીસે જુગાર અંગે દરોડો પાડી 12 જુગારીઓને રોકડા રૂા.37300 ની સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. જિલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, ઇ.ચા. નાયબ પોલીસ અધિક્ષક જી.બી.બાંભણીયા ના માર્ગદર્શન હેઠળ પ્રભાસ પાટણ ના પો.ઇન્સ. આર.એ.ભોજાણી, પો.હેડ.કોન્સ. કુલદિપસિંહ જયસિંહ, પો.કોન્સ.કૈલાશસિંહ જેસાભાઇ, પિયુષભાઇ કાનાભાઇ, ઇમ્તીયાજભાઇ ભીખુભાઇ, તુષારભાઇ હરીઓમભાઇ, સુભાષભાઇ માંડાભાઇ, કૃષ્ણકુમારસિંહ કર્ણસિંહ, સુનિલભાઇ બાલુભાઇ, સુનિલભાઇ કેશવભાઇ, અજીતસિંહ જેશીંગભાઇ,

જયદિપભાઇ વજુભાઇ, હિતેષભાઇ જેઠાભાઇ સહીતના સ્ટાફે બાતમીના આધારે નાવદ્રા ગામે આવેલ ચામુંડા માતાજીના મંદિરની બાજુમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા હોય તે સ્થળે દરોડો પાડતા નાવદ્રા ગામે રહેતા (1) અનિલ ગીગાભાઇ ચુડાસમા (ર) સંજય ગોવિંદભાઇ મેર (3) રાજેશ જેશાભાઇ મેર (4) કાનજી બચુભાઇ ચુડાસમા રહે.ઇન્દ્રોય (5) મહેશ જગાભાઇ ચુડાસમા રહે.ઇન્દ્રોઇ (6) જશુ કરશનભાઇ રાઠોડ રહે.મેઘપુર (7) જશુ ભગવાનભાઇ ચુડાસમા રહે.મેઘપુર (8) રાજા મીઠાભાઇ મેર રહે.નાવદ્રા (9) વિજય મેણસીભાઇ ચુડાસમા રહે.નાવદ્રા (10) રવી રામાભાઇ મેર (11) જયશુખ એભાભાઇ ચુડાસમા રહે.નાવદ્રા (12) વિરા ભીખાભાઇ વાજા રહે.નાવદ્રા ને રોકડ રૂા.37,300 સાથે ઝડપી લઇ જુગાર ધારા કલમ - 12 મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ પો.હેડકોન્સ કે.જે.પરમારે હાથ ધરેલ છે.

પરિણીતાનો ત્રાસ
વેરાવળમાં સોલંકી ટાયર્સની પાછળ રહેતી પરણીતા અજલાબેન હિતેશભાઇ કામળીયાને તેના પતિ હીતેશભાઇ દાનાભાઇ કામળીયા, સસરા દાનાભાઇ, સાસુ મંજૂલાબેન અને નણંદ જાગૃતિબેન દ્વારા કરીયાવરમાં કાંઇ લાવી નથી અને ઘરકામ સારી રીતે આવડતું નથી તેમ કહી બીભત્સ શબ્દો બોલી ઢીકાપાટુનો માર મારી માવતરેથી રૂા.એક લાખ લઇ આવવાનું કહી પહેરેલ કપડે કાઢી મુકેલ હોવાની ફરીયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે પતિ સહીતના સાસરીયા વિરૂધ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હે.કો. પ્રભાબેન ડોડીયાએ હાથ ધરેલ છે.


Advertisement
Advertisement
Advertisement