અમરેલીની સિવિલ હોસ્પિટલમાં સોનોગ્રાફીની સેવા નિયમિત કરવા માંગ

29 September 2022 12:28 PM
Amreli
  • અમરેલીની સિવિલ હોસ્પિટલમાં સોનોગ્રાફીની સેવા નિયમિત કરવા માંગ

અમરેલી જિલ્લા કક્ષાનું શહેર છે. સમગ્ર જિલ્લાની જનતા અહી આરોગ્યની સેવા અર્થે સિવિલ હોસ્પિટલનો લાભ લે છે. આ હોસ્પિટલ સાથે મેડિકલ કોલેજ પણ સંલગ્ન છે. પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે આવડી મોટી સિવિલ હોસ્પિટલમાં સોનોગ્રાફીની પર્યાપ્ત સુવિધા નથી. માત્ર ગુરૂવારે એક કલાક સોનોગ્રાફી કરવામાં આવે છે. આજનાં યુગમાં સોનોગ્રાફી જેવી સુવિધા ન હોવાથી ગરીબ દર્દીઓને પ્રાઈવેટ સોનોગ્રાફી કરાવવી પડે છે. જયા 700 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે. જનપ્રતિનિધિઓ આ બાબતે ખામોશ હોય તેમ લાગે છે. મોંઘવારીમાં જનતાને હાડમારીનો પાર નથી ત્યારે અમરેલીની હોસ્પિટલમાં કાયમી ધોરણે સોનાગ્રાફીની સુવિધા ઉપલબ્ધ કરાવો તેવી માંગ જાગૃત નાગરિક આર.એમ. રાઠોડે કરી છે.


Advertisement
Advertisement
Advertisement