જાફરાબાદનાં ટીંબી ગામે બેંકનાં ATMમાં શ્વાનનો મુકામ

29 September 2022 12:29 PM
Amreli Saurashtra
  • જાફરાબાદનાં ટીંબી ગામે બેંકનાં ATMમાં શ્વાનનો મુકામ

જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે એસબીઆઈના એટીએમમાં સફાઈ પણ થતી નથી ના સિકયુરિટી ગાર્ડનો પણ અભાવના દ્રશ્યો જોતા એવું લાગે છે કે શ્વાન સિકયુરિટી ગાર્ડ બનીને બેઠા છે. એટીએમમાં લોકોને રૂપિયા ઉપાડવા માટે આવે ત્યારે સ્વાન બેઠેલા હોય એના લીધે લોકોને તકલીફનોસામનો કરવો પડે છે અને આવનાર લોકો સૌ પ્રથમ તો સ્વાનથી ડરી જાય છે જો શ્વાન કરડી જશે તો ઇન્જેકશન લેવાપડશે આવા ડરના કારણે લોકો વધુને વધુ પરેશાનીનો સામનો કરે છે સાથે સાથે ધૂળ અને કચરો તેમજ એટીએમની જગ્યામાં અંદર ઝાળાથી શોભા જોવા મળે છે એટલે કે એટીએમની અંદર સાફ-સફાઈ પણ રાખવામાં આવતી નથી. એટીએમની બારની સાઈડની લાઈટો બોર્ડની લાઈટો પણ બંધ હાલત મા જોવા મળે છે.


Related News

Advertisement
Advertisement
Advertisement