રાજયમાં ખેડુત ખાતેદારોને ખાતા જુદા પાડવા ભરવી પડતી સ્ટેમ્પ ડયુટીમાંથી મુકિત મળી

29 September 2022 12:30 PM

  • રાજયમાં ખેડુત ખાતેદારોને ખાતા જુદા પાડવા ભરવી પડતી સ્ટેમ્પ ડયુટીમાંથી મુકિત મળી

પૂર્વ મંત્રી બાવકુભાઇ ઉંધાડની રજૂઆત રંગ લાવી

(દિપક કનૈયા) બાબરા, તા.29
ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ હોવાથી દેશના મોટાભાગના લોકો ખેતીસાથે સીધી રીતે સંકળાયેલ છે અને ખેતીની જમીન પણ ધરાવે છે. ત્યારે જમીન માલિકના વારસદારના પુત્ર કે પુત્રી જે સીધી લીટીના વરસદાર હોય તેને અવસાન થતા જમીન વહેંચણીમાં સ્ટેમ્પ ડ્યુટીની મોટી રકમ ભરવી પડતી હતી.અને ખેડૂતોને ખુબ મોટુ આર્થિક નુકશાન થતુ હતુ.

આ બાબતે ખેડૂતો દ્વારા પૂર્વ કેબિનેટ મંત્રી અને સતત લોકોવચ્ચે રહેતા ખેડૂત નેતા એવા બાવકુ ઊંધાડ ને તેમના રોજિંદા ગ્રામીણ પ્રવાસ માં સામે આવતા તેમના દ્વારા રાજ્યના મુખ્યમંત્રી, મહેસુલ મંત્રી ને લેખિત અને મૌખિક રજુવાત કરતા રાજ્ય સરકાર દ્વારા સીધી લીટીના વારસદાર ના પુત્ર કે પુત્રીનુ મૃત્યુ થાય ત્યારે હવે જમીન વહેચણી માટે ફક્ત 300રૂપિયા ના સ્ટેમ્પ પર એકરાર નામું કરી ને તે વહેંચણી કરી આપવામાં આવશે.

એટલે કે હવે કોઈ ખેડૂત ખાતેદાર ના વારસદાર ના મૃત્યુ ના કિસ્સા માં તેના ભાગની જમીન ની વહેંચણી સમયે હવે સ્ટેમ્પ ડ્યુટી ની મોટી રકમ ભરવાના બદલે ફક્ત રૂપિયા 300ના સ્ટેમ્પ પર કરેલ એકરારનામા થી વહેંચણી નો આ પ્રશ્ન પૂર્ણ કરી શકશે. ત્યારે ખેડૂત હિત માં મહત્વ નો આર્થિક રાહત આપતો નિર્ણય પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઊંધાડ ની રજુવાત થી લેતા ખેડૂતોનો મહત્વનો પ્રશ્ન પૂર્ણ થતા ખેડૂતો નેતા એવા પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઊંધાડ નો આભાર માની રહ્યા છે.


Advertisement
Advertisement
Advertisement