અમરેલી જિલ્લામાં નવરાત્રી મહોત્સવ જામ્યો: ખેલૈયામાં ઉત્સાહ

29 September 2022 12:31 PM
Amreli
  • અમરેલી જિલ્લામાં નવરાત્રી મહોત્સવ જામ્યો: ખેલૈયામાં ઉત્સાહ

પાર્ટી-પ્લોટથી માંડી શેરી ગરબીઓમાં રાસની રમઝટ જામી

(મિલાપ રૂપારેલ દ્વારા) અમરેલી,તા.29
અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્લામાં મા ભગવતીની અર્ચના કરતાં નવલા નોરતાનાં પ્રારંભ થયો છે. ત્યારે ખેલૈયાઓ કુમકુમનાં પગલા પડયા, માડીના હેત ઢળ્યા, જોવા લોકો ટોળે વળ્યા રે, માતા તારા આવવાનાં એંધાણા થયા જેવા ભકિત ગીતો સાથે અમરેલી શહેર સહિત જિલ્લાભરમાં ખેલૈયાઓ ઘ્વારા પ્રાચીન તથા અર્વાચીન ગરબાની ધુમ મચાવી રહૃાાં છે.

પ્રથમ નોરતાની પ્રથમ રાત્રીએ જ અમરેલીનાં લાઠી બાયપાસ પાસે તુલશી પાર્ટી પ્લોટમાં સુખનાથ મંદિર ચોક યુવક મંડળ ઘ્વારા આયોજિત થનગનાટ રાસ રમઝટનો તથા અમરેલી જિલ્લા પોલીસ પરિવાર ઘ્વારા પોલીસ હેડ કવાર્ટર ખાતે ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત અમરેલી શહેરમાં અનેક જગ્યાએ માતાની ભકિતસમા રાસ ગરબા તથા શેરી ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાંનાની બાળાઓથી લઈ મહિલાઓ પણ ગુજરાતનાં પ્રખ્યાત ગરબા રમી રહૃાા છે. ગઈકાલે રાત્રીના સમયે અમરેલી શહેરમાં અચાનક જ વાતાવરણ પલટાયું હતું અને ખેલૈયાઓને રમવા સમયે રાત્રીના 9 વાગ્યા આસપાસ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો જે લગભા એકાદ કલાક સુધી વરસી પડતા ખેલૈયાઓનો રમવા માટે મુડ પણ વરસાદમાં ધોવાયો હતો.

બાબરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા સમયના મેઘ વિરામ બાદ બપોર પછી ભારે ગરમી અને બફારા વચ્ચે મેઘરાજાનું જોરદાર આગમન થતા ધોધમાર વરસાદ પડી ગયો હતો. થોડીવાર માટે સુપડાની ધારે વરસાદ પડતાં શહેરની બઝારોમાં પાણી દોડવા લાગ્યું હતું. વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોએ ભારે ગરમી અને બફારમાંથી રાહત અનુભવી હતી.


Advertisement
Advertisement
Advertisement