કારખાનાની સીડીએથી લપસી જતા શાપરના દિપક પરમારને ઇજા

29 September 2022 12:32 PM
Rajkot
  • કારખાનાની સીડીએથી લપસી જતા શાપરના દિપક પરમારને ઇજા

શ્રમિક યુવક કારખાને કામ કરી રહ્યો હતો ઘટના બની : સિવિલમાં દાખલ

રાજકોટ, તા. 29
રાજકોટના સોરઠીયાવાડી નજીક આવેલા પટેલનગર વિસ્તારમાં એક કારખાનાની સીડીએથી નીચે પટકાતા શાપરના શીતળા માતાજીના મંદિર પાસે રહેતા દિપક રામજીભાઇ પરમાર (ઉ.વ.ર1)ને ઇજા પહોંચતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. દિપક અહીં કારખાનામાં મજુરી કામ કરે છે. સીડી પરથી પગ લપસી જતા પહેલા માળેથી પટકાયો હોવાનું પોલીસ નિવેદનમાં નોંધાયું છે.


Related News

Advertisement
Advertisement
Advertisement