સોમનાથના સાંનિધ્યમાં શિતળા માતાજીના મંદિરે કોળી સમાજની સંગઠન મીટીંગ મળી

29 September 2022 12:32 PM
Veraval
  • સોમનાથના સાંનિધ્યમાં શિતળા માતાજીના મંદિરે કોળી સમાજની સંગઠન મીટીંગ મળી

પ્રભાસ પાટણ, તા.29
સોમનાથ મહાદેવનાં સાનિધ્યમાં હિરણ નદી ના કિનારે આવેલ શિતળા માતાજીના મંદિરે કોળી સમાજના આગેવાનોની મહત્વ ની મીટીંગ યોજાઈ આ મીટીંગ પહેલા શિતળા માતાજીના મંદિરે સમાજના ભાઈઓ બહેનો વાજતેગાજતે ધ્વજારોહણ કરવામાં આવેલ ધ્વજારોહણ બાદ મંદિરના પટ્ટાગણમા કોળી સમાજના આગેવાનોની મીટીંગ યોજાઈ આ મીટીંગ બિનરાજકીય હોવાથી સમાજ દરેક પક્ષના હોદેદારો એ હાજરી આપી હતી

આ મીટીંગમાં સમુહલગ્નમાં વધુમાં વધુ લોકો જોડાયા તેમાટે સમાજના આગેવાનો એ પ્રયત્ન કરવા જેથી સમાજ ના ખોટા ખર્ચા ની બચત થાય તેમજ સમાજ માંથી વ્યસનો દુર કરવા શિક્ષણ ને મહત્વ આપવું અંધશ્રદ્ધા દૂર કરવી સહિત ની વાતો કરવામાં આવેલ અને કોળી સમાજના ઈતિહાસની ગૌરવવંતી વાતો કરવામાં આવેલ આ મીટીંગ સમસ્ત કોળી સમાજના પ્રમુખ લક્ષ્મણભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી હતી

આ તકે સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા,અખીલ ભારતીય કોળી સમાજ ગીર સોમનાથ જિલ્લા ના પ્રમુખ અને પ્રભાસ પાટણ કોળી સમાજના મેનેજીંગ ટ્રસ્ટી કાનાભાઈ વાસાભાઇ ગઢીયા, ડો.ડાયાભાઈ મોકરીયા, ભાજપ શહેર પ્રમુખ દેવાભાઇ ધારેસા,મોટા કોળી સમાજના પ્રમુખ ઉકાભાઇ ગઢીયા,ઉપ પ્રમુખ રામભાઇ સોલંકી, તાલુકા પંચાયત ના ઉપ પ્રમુખ પાસાભાઇ વાળા,ભિડીયા કોળી સમાજના પ્રમુખ રમેશભાઇ બારૈયા, નગરપાલિકાના ઉપપ્રમુખ કપીલભાઇ મહેતા આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર : દેવાભાઈ રાઠોડ-પ્રભાસ પાટણ)


Advertisement
Advertisement
Advertisement