પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજના હેઠળ જુનાગઢ જિલ્લામાં 62 ટકા ખેડૂત ખાતેદારોના ઈ-કેવાયસી થયા

29 September 2022 12:33 PM
Junagadh
  • પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજના હેઠળ જુનાગઢ જિલ્લામાં 62 ટકા ખેડૂત ખાતેદારોના ઈ-કેવાયસી થયા

બાકી 38 ટકા ખેડૂતોને ઈ-કેવાયસી કરાવવા ખેતીવાડી અધિકારીનો અનુરોધ

જુનાગઢ તા.29 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કર્યાને ચાર વર્ષ જેવો સમય વિતી જવા પામ્યો છે. વડાપ્રધાને દરેક ખાતેદાર ખેડુતોના ખાતામાં દર ત્રણ માસે રૂા.2000 કિસાન સન્માન નિધિ યોજનામાં સીધા જ જમા કરવાની અમલમાં હોવા છતા જુનાગઢ જીલ્લા ખેતીવાડી અધિકારી જી.એસ. દવેના જણાવ્યા મુજબ જુનાગઢ જીલ્લામાં હજુ 38 ટકા જેટલા અંદાજીત ખેડુતોએ પોતાના આધાર ઈ- કેવાયસી બેન્ક ખાતા આધાર કાર્ડ લીંક કર્યા ન હોવાથી આ યોજનાનો લાભ તેઓને તેમની બેદરકારી આળસના કારણે મળી શકતો નથી.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં સાત-બાર આઠ-અમાં જેટલી કુટુંબીક કે જેટલા લોકોના નામ ચાલુ હોય તો તે તમામ વ્યકિતઓને બબ્બે હજાર એટલે કે વાર્ષીક રૂા.12000 તેઓના ખાતામાં થઈ જાય છે. કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ યોજના દ્વારા ખેડુતોની આવકમાં વધારો કરવા ખેડૂતોને મદદ કરવા માટે શરૂ કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા ટુંક સમયમાં ખેડૂતોના ખાતામાં 12માં હપ્તાના નાણા જમા કરાવવાની તૈયારી હોય જેથી જીલ્લામાં બાકી રહી ગયેલા ખેડૂતોએ આ હપ્તાને મેળવવા ઈ-કેવાયસી કરવું ફરજીયાત છે.

ઈ-કેવાયસી કરેલ ખેડૂતોના આધાર કાર્ડ અને બેન્કમાં ખાતુ હોય તેના એકાઉન્ટ નંબર (પાસ બુક) તાત્કાલીક પોતાના ગામના વી.સી. અથવા પોતાના મોબાઈલ નંબર ઉપરથી લીંક ખોલી એપ્લીકેશન કરી શકે છે. તેમજ તાલુકા કક્ષાએથી કોમન સર્વિસ સ્ટેશનથી પણ ખેડુત આધારકાર્ડ અને બેન્કની પાસબુક લઈ જઈને અપ્લાઈ કરી શકે છે. પીએમ કિસાન સન્માન યોજના વર્ષ 2018-19 વડાપ્રધાન દ્વારા અમલમાં મુકવામં આવવા છતા હજુ જુનાગઢ જીલ્લામાં 38 ટકા જેટલા ખેડૂતોએ આ યોજનાનો લાભ મેળવવા આળસ સેવી રહ્યાનું બહાર આવ્યું છે.


Advertisement
Advertisement
Advertisement