મોરબીની માં ગરબીમાં ફ્રી સ્ટાઇલ ડાંડીયા-ગરબાનો કોમ્બો: રાસની રમઝટ

29 September 2022 12:38 PM
Morbi
  • મોરબીની માં ગરબીમાં ફ્રી સ્ટાઇલ ડાંડીયા-ગરબાનો કોમ્બો: રાસની રમઝટ
  • મોરબીની માં ગરબીમાં ફ્રી સ્ટાઇલ ડાંડીયા-ગરબાનો કોમ્બો: રાસની રમઝટ

મોરબીના સામાકાંઠે છેલ્લા 23 વર્ષથી માઁ ગરબી નું આયોજન પાલિકાના વર્તમાન ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, તેના ભાઈ મહાવીરસિંહ જાડેજા અને અજયસિંહ જાડેજા તેમજ તેઓની ટીમ દ્વારા આયોજન કરવામાં આવે છે જેમાં દરેક જ્ઞાતિ સમાજની દીકરીઓ કોઈપણ પ્રકારના પાસ વગર માતાજીની ભક્તિ અને આરાધના સાથે ગરબા લેતી હોય છે ખાસ કરીને માઁ ગરબીમાં આસપાસના વિસ્તારમાં રહેતી બહેન દીકરીઓ ફ્રી સ્ટાઈલ ગરબા લેવા માટે આવતા હોય છે જેથી અર્વાચીન રાસોત્સવમાં રૂપિયા ખર્ચીને જવાના બદલે મોરબીના દરેક વિસ્તારમાંથી લોકો અહી ગરબા રમવા માટે આવે છે અને ફ્રિ સ્ટાઇલ ડાંડીયા રાસ તેમજ પ્રાચીન ગરબાની રમઝટ બોલાવતા હોય છે. સામાકાંઠે છેલ્લા ઘણા 23 વર્ષથી મોરબી પાલિકાના વર્તમાન ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા સહિતની ટીમ દ્વારા માં ગરબીનું આયોજન કરવામાં આવે છે અને ત્યાં દરરોજ ગરબા લેવા માટે આવતી બાળાઓ તેમજ ટ્રેડિશનલ વસ્ત્રો પાસે આવેલા બાળાઓ, યુવતીઓ અને મહિલાઓમાંથી સારા ગરબા લેતા બહેનોને ઈનામ આપીને સન્માનીત તેમજ પ્રોત્સાહિત કરવામાં આવે છે. (તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)


Advertisement
Advertisement
Advertisement