મોરબીના કેરાળી નજીકથી અજાણ્યા યુવાનની મળેલી લાશમાં હત્યાનો ગુનો નોંધાયો

29 September 2022 12:39 PM
Morbi Crime
  • મોરબીના કેરાળી નજીકથી અજાણ્યા યુવાનની મળેલી લાશમાં હત્યાનો ગુનો નોંધાયો

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.29
મોરબી તાલુકાના કેરાળી ગામ પાસેથી અજાણ્યા વ્યક્તિની સળગાવેલી હાલતમાં લાશ મળી આવતા તે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખાતે મોકલવામાં આવ્યો હતો. તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તેમજ મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરેલ છે.

પીએસઆઈ આઈ.એમ. અજમેરી દ્વારા હત્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં તેણે જણાવ્યુ છે કે, મોરબી તાલુકાના કેરાળી ગામ પાસે અજાણ્યા વ્યક્તિની સળગાવેલી હાલતમાં થોડા દિવસો પહેલા લાશ મળી હતી જેથી કરીને મૃતદેહને પીએમ માટે પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે અને ત્યાંથી ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. ડોક્ટરના અભિપ્રાય મુજબ મૃતકને માથાના ભાગે બોથડ પદાર્થ મારીને તેની હત્યા કરવામાં આવી છે અને ત્યાં બાદ તેની લાશને સળગાવવામાં આવી છે જેથી પોલીસે મૃતક વ્યક્તિ કોણ છે તેની ઓળખ મેળવવા માટે પણ પોલીસે તજવીજ શરૂ કરી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement