મોરબીમાં પાટીદાર નવરાત્રિના આયોજકોએ શહીદ જવાનોના પરિવારને આપી આર્થિક સહાય

29 September 2022 12:39 PM
Morbi
  • મોરબીમાં પાટીદાર નવરાત્રિના આયોજકોએ શહીદ જવાનોના પરિવારને આપી આર્થિક સહાય

મોરબીમાં સેવા એ જ સંપતિ ફાઉન્ડેશનનાં સંચાલક અને સેવાભાવી યુવાન અજયભાઈ લોરિયા અને તેની ટીમે રવાપર ગામે રામેશ્વર પાર્ટી પ્લોટમાં પાટીદાર નવરાત્રિનું આયોજન કર્યું છે અને પાટીદાર નવરાત્રિ મહોત્સવમાં શહીદ જવાનોના પરિવારજનોને બોલાવીને તેને એક એક લાખ રૂપિયાના ચેક આપીને આર્થિક મદદ કરવામાં આવી હતી તેમણે જણાવ્યુ હતું કે, બનાસકાંઠાના વડગામના શહીદ જવાન રમેશભાઈ અને મહેમદપુર (જમ્મુ)ના શહીદ જવાન જસવંતસિંહના પરિવારજનોને આર્થિક મદદ માટે એક એક લાખ રૂપિયાના ચેક આપવામાં આવ્યા હતા ત્યારે આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો. જયંતીભાઈ ભાડેશિયા સહિતના હાજર રહ્યા હતા(તસ્વીર: જીગ્નેશ ભટ્ટ)


Advertisement
Advertisement
Advertisement