મોરબીના લખધીરપુર રોડે સીરામીક કારખાનાની બાજુમાંથી 186 બોટલ દારૂ સાથે એક પકડાયો

29 September 2022 12:40 PM
Morbi Crime
  • મોરબીના લખધીરપુર રોડે સીરામીક કારખાનાની બાજુમાંથી 186 બોટલ દારૂ સાથે એક પકડાયો

એક લખના મુદામાલ સાથે મહેસાણાના શખ્સની ધરપકડ: પંચાસર રોડ પરથી પાંચ બોટલ પકડાઈ

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા 29
મોરબીના લખધીરપુર રોડ ઉપર સીરામીકની બાજુમાં થી 186 બોલ્ટ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂ અને બાઇક મળીને 103960 રૂપિયાની કિંમતનો મુદામાલ કબજે કરીને એક આરોપીની ધરપકડ કરી છે આવી જ રીતે પંચાસર રોડ ઉપરથી પાંચ બોટલ દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે જાણવા મળતી માહિતી મુજબ લખધીરપુર રોડ ઉપર ઓપટેલ સીરામીકની બાજુમાં આવેલ

જાળી જાકરામાં દારૂનો જથ્થો હોવાની બાતમી બી ડિવિઝન પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 186 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 83960 ની કિંમતનો દારૂ અને દારૂની હેરાફેરી કરવા માટે થઈને ઉપયોગમાં લેવામાં આવતા બાઈક નંબર જીજે 3 સીએમ 2911 જેની કિંમત 20000 રૂપિયા આમ કુલ મળીને 103960 નો મુદ્દા માલ કબ્જે કરેલ છે અને પોલીસે હાલમાં ગીરીશ માધવલાલ લુવોટ પટેલ (35) રહે. લાલપર નવા પ્લોટ મૂળ મહેસાણા વાળાની ધરપકડ કરેલ છે અને દારૂનો જથ્થો તે કયાંથી લઈને આવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે

પાંચ બોટલ દારૂ
મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપ સામેથી પસાર થઈ રહેલા શખ્સ પાસેથી દારૂની પાંચ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 1875 ની કિંમતનો દારૂનો જથ્થો કબ્જે કરી આરોપી મુસ્તાક ઉર્ફે ઝેરી ઓસમાણ સોલંકી ઘાંચી (ઉંમર 22) રહે. પંચાસર રોડ ભારત પરા શેરી નં-1 ધરપકડ કરેલ છે


Related News

Advertisement
Advertisement
Advertisement