વાંકાનેરના મકાનમાંથી 48 બોટલ વિદેશી દારૂ-125 લિટર દેશી દારૂ સાથે એક પકડાયો

29 September 2022 12:40 PM
Morbi
  • વાંકાનેરના મકાનમાંથી 48 બોટલ વિદેશી દારૂ-125 લિટર દેશી દારૂ સાથે એક પકડાયો

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.29
વાંકાનેરના યજ્ઞપુરુષનગર (ગારીયા) માં ઘરમાંથી જુદીજુદી બ્રાન્ડની દારૂની 48 બોટલ અને 125 લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 21900 ના મુદામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી ત્રણ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

યજ્ઞપુરુષનગર (ગારીયા) માં રહેતા વિવેકભાઇ મંછારામભાઇ ગોંડલીયાના ઘરમાં પોલીસે રેડ કરી હતી ત્યારે જુદીજુદી બ્રાન્ડની દારૂની 48 બોટલ અને 125 લિટર દેશી દારૂ મળી આવ્યો હતો પોલીસે 21900 ના મુદામાલ સાથે પોલીસે આરોપી વિવેક મંછારામભાઇ ગોંડલીયા કોળી (19)ની ધરપકડ કરેલ છે તેની પાસેથી વિશાલ મંછારામ બાવાજી, કીશન નરોતમભાઇ બાવાજી અને કિશન ઉર્ફે વિજય જીવરાજભાઇ કોળી રહે. તમામ ગારીયા વાળાના નામ સામે આવ્યા હતા જેથી કરીને તેની સામે ગુનો નોંધીને પોલીસે આ આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

અત્રે ઉલેખનીય છે કે, જે ત્રણ આરોપીઓને આ ગુનામાં પકડવાના બાકી છે તે ત્રણેય આરોપીઓ દારૂનો જથ્થો ભરેલ કાર સાથે ગઇકાલે મોરબીના લાલપર ગામ પાસેથી ઝડપાયા હતા.


Advertisement
Advertisement
Advertisement