મોરબીના જેતપર રોડનું 141 કરોડનું ટેન્ડર મંજુર

29 September 2022 12:41 PM
Morbi Saurashtra
  • મોરબીના જેતપર રોડનું 141 કરોડનું ટેન્ડર મંજુર

સિરામિક ઉદ્યોગને રાહત થશે: અન્ય 13 ગામના રસ્તા માટે પણ 19.30 કરી, મંજૂર કરાવતા બ્રિજેશભાઈ મેર

મોરબી,તા.29
મોરબીમાળીયા (મી) ના ધારાસભ્ય અને શ્રમ , રોજગાર નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી બ્રિજેશ મેરજાએ બજેટમાં મોરબી પીપળીયા જેતપુર મચ્છુ ચારમાર્ગીય રસ્તો મંજુર કરાવ્યો હતો.સતત ફોલોઅપ અને વખતોવખતના ઘનિષ્ઠ પ્રયાસો થકી આ રોડને ચારમાર્ગીય કરવાના કામને ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા 141 કરોડના ખર્ચે ટેન્ડર મંજુર કર્યુ છે

આમ , મોરબી પંથકના ખૂબ જ મહત્વના એવા સીરામીક ઉદ્યોગને સ્પર્શતા આ રસ્તાની જરૂરીયાતની માંગણી સંતોષવામાં બ્રિજેશ મેરજાને સફળતા મળી છે . હવે , જ્યારે નાણાં વિભાગે 141 કરોડના ટેન્ડરને બહાલી આપી છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ તાત્કાલિક એજન્સી નકકી કરી , વર્કઓર્ડર આપી, ડિપોઝીટ ભરાવીને આ કામ તાબડતોડ હાથ ધરશે , સીરામીક ઉદ્યોગના અગ્રણીઓએ વધાવીને ખાસ અભિનંદન આપ્યા છે , તેમજ આ રોડ ઉપર આવતાં ગામડાઓના આગેવાનોએ આ રસ્તો ચારમાર્ગીય કરવાના પ્રયાસોને મળેલ સફળતા બદલ બ્રિજેશ મેરજાનો આભાર માન્યો છે,

જેતપર રોડનું સમારકામ શરૂ
માર્ગ અને મકાન વિભાગ દ્વારા મોરબી-જેતપર રોડ પર ખાડા પૂરવાનું અને ડામર નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.તેમ માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયર હિતેશ અદ્રોજાએ જણાવ્યું હતું.

13 ગામના રસ્તા મંજુર
રાજયમંત્રી બ્રિજેશ મેરજાએ મુખ્ય ઈજનેર સાથે સતત પરામર્શ કરી દરખાસ્ત કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા 19.30 કરોડના ખર્ચે 13 ગ્રામ્ય રસ્તાઓ મંજુર કરવામાં આવેલ છે જેમાં નેશનલ હાઈવેથી સાદુળકા, મોરબી જેતપર સ્ટેટ હાઈવેથી મોરબી હળવદ સ્ટેટ હાઈવેને જોડતો રસ્તો, નેશનલ હાઈવેથી પીલુડી રોડ,

નેશનલ હાઈવેથી મધુપુર એપ્રોચ રોડ, ભક્તિનગરથી કેનાલ રોડ, 6)રંગપરથી શનાળા(ત) રોડ, વવાણીયા બાયપાસ રોડ (ચમનપર ચોકડીથી વર્ષામેડી ચોકડી રોડ), ચમનપર જોઈનીંગ ટૂ વવાણીયા-બગસરા રોડ, મોટા દહિંસરાથી ખીરસરા(સ્ટેટ હાઈવે સુધી) રોડ, મોટા દહિંસરના વિવેકાનંદ રેલ્વે ફાટકથી બુધિયાસરી મેલડી માતાજીના મંદિર સુધીનો રસ્તો, કુંભારીયા ગામે કેનાલથી શીતળા માતાના મંદીર સુધીનો રસ્તો, જીકીયાળીથી ઘોડા(ધ્રોઈ) ડેમ સુધીનો રસ્તો, અને રાજકોટ મોરબી સ્ટેટ હાઇવેથી નવયુગ સંકુલ રોડ સુધીનો રસ્તો ખાસ કિસ્સામાં મંજુર કરાવેલ છે.


Related News

Advertisement
Advertisement
Advertisement