ટંકારા તાલુકા વિરપર ગામે પ્રા. શાળાના બે શિક્ષકોનો વિદાય સમારોહ યોજાયો

29 September 2022 12:43 PM
Morbi
  • ટંકારા તાલુકા વિરપર ગામે પ્રા. શાળાના બે શિક્ષકોનો વિદાય સમારોહ યોજાયો

(હર્ષદરાય કંસારા) ટંકારા, તા.29
ટંકારા તાલુકાના વિરપર ગામે પ્રાથમિક શાળાના બે શિક્ષકનો વિદાય સમારોહ યોજાયો હતો. આ વિદાય સમારોહનું આયોજન વિરપર ગ્રામ પંચાયત અને શાળા પરીવાર અને સમસ્ત ગામ દ્વારા કરવામાં આવ્યું હતું.
ટંકારા તાલુકાના વીરપર ગામે પ્રાથમિક શાળામાં 15 વર્ષથી ત્રણ મન ધન થી સમર્પિત ભાવે શિક્ષણ કાર્ય કરનારા શિક્ષક જસમતભાઈ ભેંસદડીયા અને 26 વર્ષથી કાર્યરત રહેલા બહેન દમયંતીબેન એમ. પટેલની ગામની શાળામાં ઉમદા અને ઉત્ક્રાંતિ શિક્ષણ તથા સમાજ સેવાની કામગીરીને બિરદાવવા માટે તેમનો નિવૃત્તિ સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

તેઓ નિવૃત્ત થતાં વીરપર ગામમાં તેમનો નિવૃત્તિ વિદાય સમારોહ ગોઠવાયો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બી. એન.વીડજા ,મુખ્ય મહેમાન મામલતદાર કેતનભાઇ સખીયા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દિનેશભાઈ ગરચર, તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજા, ટંકારા તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન કામરીયા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શર્મિલાબેન હુમલ, મદદની તાલુકા વિકાસ અધિકારી ગૌતમભાઈ ભીમાણી, તેમજ જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન ચંદ્રિકાબેન કડીવાર, આરોગ્ય સમિતિના ચેરમેન હીરાલાલટમારીયા , જિલ્લા પંચાયત સદસ્ય કમળાબેન ચાવડા હાજર રહ્યા હતા. નિવૃત થયેલા બને શિક્ષકોને સાલ ઉડાડીને અદકેરુ સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરીવાર તેમજ વિરપર ગ્રામ પંચાયત સરપંચ મહેશભાઈ લવજીભાઈ લીખીયા, ઉપસરપંચ મંજુલાબેન અજરામ મુંદડીયા સદસ્ય પ્રહલાદસિંહ હરુભા જાડેજા, રાજેશભાઈ સવજીભાઈ બાવરવા, સંગીતાબેન પ્રભુભાઈ બાવરવા, અલ્પાબેન મેહુલભાઈ લીખીયા, ઊર્મિબેન હર્ષદભાઈ ભુંભરીયા, મયુરભાઈ જયંતીલાલ ચાવડા, તલાટી કમ મંત્રી એ. એમ. દેત્રોજા અને સમગ્ર ગ્રામજનોએ કાર્યક્રમને સફળ બનાવવા જેહમત ઉઠાવી હતી.


Advertisement
Advertisement
Advertisement