હળવદના સૂર્યનગર ગામે પરંપરાગત ડ્રેસ સ્પર્ધા સાથે નવરાત્રીની ઉજવણી

29 September 2022 12:44 PM
Morbi
  • હળવદના સૂર્યનગર ગામે પરંપરાગત ડ્રેસ સ્પર્ધા સાથે નવરાત્રીની ઉજવણી

હળવદ તાલુકાના સૂર્યનગર ગામે હનુમાનજીનું નવું મંદિર બંધાવવા હેતુથી બજરંગ યુવા ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવ યોજવામાં આવેલ છે જે અંતર્ગત ત્રીજા નોરતે ગામની 5 વર્ષથી 20 વર્ષની બાળા-યુવતીઓને બેસ્ટ ટ્રેડિશનલ ડ્રેસ અને બેસ્ટ સ્ટેપ માટેની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બેસ્ટ પાંચ ખૈલયાઓ પસંદ કરવામાં આવ્યા હતા.જેમાં ધારા નરેન્દ્રભાઈ સોનગ્રા, ઋત્વિક્ષા નરેન્દ્રભાઈ રંગાડીયા, ક્રિશા ભાવેશભાઈ રંગાડીયા, દીક્ષિતા કિશોરભાઈ પરમાર તથા હરિતા હસમુખભાઈ લકુમને દાતાઓના હસ્તે પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા.ત્રીજા નોરતે આખુ ગામ ગરબે રમવા જોડાયું હતું.(તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)


Advertisement
Advertisement
Advertisement