માળીયા (મીં)માં અજાણી કારની હડફેટે માસુમ બાળકનું કરૂણ મોત

29 September 2022 12:47 PM
Morbi Crime Saurashtra
  • માળીયા (મીં)માં અજાણી કારની હડફેટે માસુમ બાળકનું કરૂણ મોત

મોટા દહિસરાનાં સગીરને વાહન અકસ્માતમાં ઇજા

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.29 : માળીયા મીયાણા નજીક આવેલ આશિષ હોટલ પાસે ઝૂંપડામાં રહેતા પરિવારનો અઢી વર્ષનો બાળક રેલવે કોલોની રોડ ઉપર રાત્રે રોડ સાઈડમાં સૂતો હતો ત્યારે ફોરવીલ કારના ચાલકે તેને હડફેટે લીધો હતો જેથી બાળકને ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર કારગત નહીં નિવડતા બાળકનું મોત નીપજયું છે જેથી આ બનાવની હાલમાં રાજકોટ હોસ્પિટલ મારફતે માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે માળીયા મિયાણાં તાલુકામાં આવેલ આશિષ હોટલ નજીક ઝૂંપડામાં રહેતા નરસિંગ ભાભોરનો અઢી વર્ષનો દીકરો વિજય રેલવે કોલોની રોડ ઉપર રાત્રે રોડ સાઈડના ભાગે સૂતો હતો ત્યારે કોઈ અજાણી ફોરવીલ કારના ચાલકે તેને હડફેટે લીધો હતો જેથી કરીને અઢી વર્ષના બાળકને ગંભીજા થઈ હોવાથી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર કારગત નહીં નિવડતાં વિજય ભાભોર નામના અઢી વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી કરીને ખાનગી હોસ્પિટલ મારફતે અકસ્માત મૃત્યુના આ બનાવની ત્યાં સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવ્યા બાદ હાલમાં માળિયા મીયાણા તાલુકા પોલીસને અકસ્માતના બનાવની જાણ કરવા માટે થઈને તજવીજ શરૂ કરવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના માળીયા મીંયાણા તાલુકામાં આવેલા મોટા દહીંસરા ગામે રહેતા હિતેશ કાનજીભાઈ ઇન્દરિયા નામના 16 વર્ષીય સગીરને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલે ખસેડાયો હતો પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોટા દહીંસરા ગામે ગામના પાદરમાં બાઈક સ્લીપ થઈ જવાના બનેલ અકસ્માત બનાવમાં ઈજાઓ થતા હિતેશ ઈન્દરીયાને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો હાલ એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.ફુલતરા દ્વારા તપાસ કરીને બનાવ અંગે માળિયા પોલીસને જાણ કરવામાં આવી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement