મોરબીમાં લાયન્સ કલબ ઓફ સીટીનો મેગા રોપા વિતરણ પ્રોજેકટ યોજાયો

29 September 2022 12:48 PM
Morbi
  • મોરબીમાં લાયન્સ કલબ ઓફ સીટીનો મેગા રોપા વિતરણ પ્રોજેકટ યોજાયો

નવરાત્રિના પાવન પર્વે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજિક વનીકરણ મોરબી આશરે 1000 જેવા ફલાદી રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું જે ઉમિયા સર્કલ પાસે આવેલા સત્યેશ્વર મહાદેવ મંદિર ખાતે હતું. જેમાં લીલુંછમ ગુજરાત સ્વચ્છ ગુજરાત હેતુ માટે રાખવામાં આવ્યું હતું આ પ્રોજેકટમાં લાયન્સ કલબ ઇન્ટર નેશનલ 3232 જેના સૌરાષ્ટ્ર કચ્છના દ્વિતીય વાઇસ ગવર્નર રમેશભાઈ રૂપાલાએ ખાસ હાજરી આપી હતી તથા લાયન્સ કલબ મોરબી સીટીના પ્રેસિડેન્ટ જીજ્ઞેશભાઈ કાવર, સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા, ખજાનચી ભોવનભાઈ ફૂલતરિયા તથા પ્રોજેક્ટ ચેરમેન અને પાસ્ટ પ્રેસિડેન્ટ ભીખાભાઈ લોરિયા, એ.એસ.સુરાણી, પરસોતમભાઈ કાલરીયા અને સભ્યો મહાદેવભાઈ ચિખલિયા, મણિલાલભાઈ કાવર, સામાજિક વનીકરણના સભ્ય અને મંદિરના પુજારીએ પણ હાજરી આપી હતી (તસ્વીર: જીગ્નેશ ભટ્ટ)


Advertisement
Advertisement
Advertisement