વડાપ્રધાનનાં કાર્યક્રમમાં અમરેલી એસ.ટી. વિભાગે 155 બસ ફાળવી: ગ્રામ્ય વિસ્તારોના રૂટ કપાયા

29 September 2022 12:53 PM
Amreli Saurashtra
  • વડાપ્રધાનનાં કાર્યક્રમમાં અમરેલી એસ.ટી. વિભાગે 155 બસ ફાળવી: ગ્રામ્ય વિસ્તારોના રૂટ કપાયા
  • વડાપ્રધાનનાં કાર્યક્રમમાં અમરેલી એસ.ટી. વિભાગે 155 બસ ફાળવી: ગ્રામ્ય વિસ્તારોના રૂટ કપાયા

ગત સાંજથી જ મુસાફરો અટવાયા: ડેપોમાં મુસાફરોનો રઝળપાટ

(મિલાપ રૂપારેલ) અમરેલી, તા. 29 : આજે તા.29 નાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર ખાતે વિવિધ કાર્યક્રમ, લોકાર્પણ, ખાતમુર્હુત, એસ.ટી. બસ સ્ટેન્ડ લોકાર્પણ, એસ.ટી.નાં વિભાગીય કચેરીનાં ખાતમુર્હુતનાં કાર્યક્રમ માટે આવી રહૃાાં છે. ત્યારે ગઈકાલ સાંજથી અમરેલી એસ.ટી. ડિવીઝન સહિત 7 જેટલા ડિવીઝનની બસ આ કાર્યક્રમમાં લોકોને લઈ જવા માટે 1000 બસ ફાળવી દેવામાં આવી છે.

અમરેલી એસ.ટી. ડિવીઝન નીચે આવતા અમરેલી એસ.ટી. ડેપોની કુલ 50 બસ, બગસરા ડેપોની કુલ 22 બસ, ધારી ડેપોની 18 બસ, ઉના ડેપોની16 લાખ, કોડીનાર ડેપોની 12 બસ, રાજુલા ડેપોની કુલ 7 બસ અને સાવરકુંડલા ડેપોની 30 બસ મળી કુલ 155 મોટી બસ ભાવનગરમાં વડાપ્રધાનનાં કાર્યક્રમ માટે રોકી દેવામાં આવેલ છે.

અમરેલી એસ.ટી. ડિવીઝનની 155 બસ ફાળવી દેવાનાં કારણે ગઈકાલેસાંજથી જ મોટાભાગનાં રૂટ કેન્સલ કરવા પડયા હતા આજે પણ મોટાભાગનાં રૂટ બંધ રહેશે જેથી એસ.ટી. બસમાં મુસાફરી કરતાં લોકોએ બહારગામ જવાનું બંધ રાખવું પડશે. આમ છાસવારે મુખ્યમંત્રી તથા વડાપ્રધાનનાં કાર્યક્રમ માટે એસ.ટી. બસને રોકી દેવામાં આવતી હોય મુસાફર વર્ગમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.


Related News

Advertisement
Advertisement
Advertisement