બાબરાનાં બળેલ પીપરીયા સેવા સહકારી મંડળીમાંથી રૂા.99 લાખની ઉચાપત : ઓડીટમાં ભાંડો ફુટયો

29 September 2022 12:57 PM
Amreli
  • બાબરાનાં બળેલ પીપરીયા સેવા સહકારી મંડળીમાંથી રૂા.99 લાખની ઉચાપત : ઓડીટમાં ભાંડો ફુટયો

અમરેલીનાં રીકડીયા ગામે વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઇ

(મિલાપ રૂપારેલ) અમરેલી, તા.29 : બાબરા તાલુકાના બળેલ પીપરીયા ગામે આવેલ બળેલ પીપરીયા સેવા સહકારી મંડળી લી.માં ગત તા. 1/4/2018 થી તા. 31/3/2022ના સમયગાળા દરમિયાન મંડળીના મંત્રી સ્વ. દિલીપભાઈ વલ્લભભાઈ સોરઠીયા રહે. અમરેલી વાળાએ પોતાના હોદાનો દુર ઉપયોગ કરી તેના હસ્તકના રોજમેળ તથા પાકધિરાણની કુલ રકમ રૂપિયા 99,151-22ની ઉચાપત કરી હતી તથા આ જ મંડળીમાં શોપ કીપર તરીકે ફરજ બજાવતા બળેલ પીપરીયા ગામે રહેતા વિજયભાઈ કિશનભાઈ કુબાવતે પણ અલગ અલગ પ્રકારના ખાતરની થેલી નંગ 1903 કિંમત રૂા. 13,74,872-28નું વેચાણ કરી તે નાણાં મંડળીમાં જમા નહીં કરાવી નાણાંની ઉચાપત કર્યાની ફરિયાદ મંડળીના પ્રમુખ નાથાભાઈ મોહનભાઈ દુધાતે બાબરા પોલીસમાં નોંધાવી છે.

આ મંડળીમાં ફરજ બજાવતા દિલીપભાઈ સોરઠીયાએ ગત તા. 30/9/19ના રોજ મંડળીમાંથી રાજીનામું આપેલ હોય, અને તેઓ મરણ ગયેલ છે.જિલ્લા રજિસ્ટ્રાર કચેરી દ્વારા આ મંડળી દ્વારા ગત તા.1/4/18 થી તા. 31/3/22 સુધીનું ઓડીટ કરતાં આ ઉચાપત થયાનું જાહેર થતાં અને આ ઉચાપત થયાની ફરિયાદ કરવા મંડળીના પ્રમુખને અધિકાર આપવામાં આવ્યો હતો.

કાર ઝડપાઇ
અમરેલી તાલુકાના રીકડીયા ગામે દારૂ ભરેલ કારની વોચમાં હતા ત્યારે કાર નં. જી.જે. 03 જે.આર. 325 પસાર થતાં પોલીસેતેમને રોકી તલાશી લેતા કારમાંથી અલગ અલગ બ્રાંડની વિદેશી દારૂની બોટલ નંગ 13ર કિંમત રૂા 35,868ની મળી આવેલ. કાર ચાલક મૂળ અમરેલી તાલુકાના લાલાવદર ગામે રહેતા જગુભાઈ વાલાભાઈ વાળાની અટકાયત કરતા તેની પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો અમદાવાદ રહેતા ગણેશ મારવાડી પાસેથી મેળવ્યાનું જણાવતા પોલીસે કાર સહિત રૂા. 3,36,368નો મુદામાલ કબજે લઈ બન્ને આરોપી સામે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગળાફાંસો
અમરેલી તાલુકાનાં ફતેપુર ગામે રહેતા સંજયભાઈ ભીખાભાઈ મકવાણા નામનાં 30 વર્ષીય યુવક માનસિક બીમારીથી પીડાતા હોય. જેથી તેઓએ પોતાની મેળે તા. ર7નાં રોજ પોતાના ઘરે સ્લેબનાં હુંક સાથે ચાદર બાંધી ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજયાનું અમરેલી તાલુકા પોલીસમાં જાહેર થવા પામેલ છે.


Advertisement
Advertisement
Advertisement