જુનાગઢના કોંગ્રેસ યાત્રાનો વિરોધ : અનુ. જાતિના લોકોએ કોંગ્રેસ હાય...હાય નારા લગાવ્યા : સુત્રોચ્ચાર

29 September 2022 12:59 PM
Junagadh
  • જુનાગઢના કોંગ્રેસ યાત્રાનો વિરોધ : અનુ. જાતિના લોકોએ કોંગ્રેસ હાય...હાય નારા લગાવ્યા : સુત્રોચ્ચાર

કોંગી ધારાસભ્ય જોષીએ જ્ઞાતિજનોને અંદરોઅંદર લડાવ્યાનાં આક્ષેપ

જુનાગઢ,તા. 29 : ગઇકાલે કોંગ્રેસની યાત્રા જુનાગઢ પહોંચી તે પહેલા કાળવા ચોકમાં અનુસુચિત જાતિના લોકોએ હાલના કોંગી ધારાસભ્યના વિરોધમાં અનુ. જાતિના લોકોને અંદરો અંદર લડાવી કોંગીને તોડવાની કામગીરી કર્યાનો આક્ષેપ કર્યો હતો. અને ધારાસભ્ય વિરુધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. રાજકોટથી શરુ થયેલી પ્રદેશ કોંગીના નેતાઓ સાથેની યાત્રા જુનાગઢ આવી હતી

ત્યારે ગઇકાલે સાબલપુર ચોકડી ખાતે કોંગી આગેવાનોનું સ્વાગત કરવામાં આવેલ પરંતુ આ યાત્રા પૂર્વે જુનાગઢ કાળવા ચોકમાં અનુસુચિત જાતિના પુરુષ અને મહિલાઓ એકત્રિત થઇ જુનાગઢ કોંગી ધારાસભ્ય ભીખાભાઈ જોષીનો વિરોધ કર્યો હતો. જેમાં આક્ષેપ કરાયો હતો કે ધારાસભ્ય અનુ. જાતિના લોકોને અંદરો અંદર લડાવી કોંગીને તોડવા કામગીરી કર્યાનો આક્ષેપ કરાયો હતો, આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભીખાભાઈ જોષીને જો ફરી ટીકીટ આપવામાં આવશે તો અનુ. જાતિના લોકો તેનો વિરોધ કરશે. અમારો વિરોધ કોંગ્રેસ સામે નથી ધારાસભ્ય સામે હોવાનું જણાવ્યું છે.


Advertisement
Advertisement
Advertisement