કેશોદમાં વ્યાજખોરોએ હદ વટાવી : ઘરમાં પ્રવેશી મહિલાની છેડતી કરી : પોલીસમાં રાવ

29 September 2022 01:00 PM
Junagadh
  • કેશોદમાં વ્યાજખોરોએ હદ વટાવી : ઘરમાં પ્રવેશી મહિલાની છેડતી કરી : પોલીસમાં રાવ

10 ટકા લેખે લીધેલ નાણા પરત કર્યા હોવા છતાં ધાકધમકી

જુનાગઢ,તા. 29 : કેશોદના માણેકવાડા ગામે રહેતા અને કેશોદ ખાતે મોબાઈલનો ધંધો કરતા યુવાન વ્યાજખોરોના હાથમાં સપડાઈ જતા વ્યાજે લીધેલ નાણા વ્યાજસહિત પરત ચુકવી દીધા બાદ વધુ નાણા પડાવવા મોબાઈલમાં ધમકી આપી વીડિયો કોલ કરી રિવોલ્વર બતાવી હતી. ઘરે જઇ એકલા મહિલાની છેડતી કર્યાની અને યુવાનને માર મારી 2000 કઢાવી લઇ રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની જુનાગઢના બે રબારી શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.

માણેકવાડા ગામે રહેતા મીલનભાઈ કાનાભાઈ મુછડીયાએ આરોપીઓ રામભાઈ રબારી અને રાજુ રબારી રહે. બન્ને જુનાગઢ ગાંધીવાળા પાસેથી 10,000 વ્યાજે 10 ટકાથી લીધેલ જેની પઠાણી ઉઘરાણી માટે આરોપીઓ ફોન કરતા હોય જેનો ફોન ન ઉપાડતાં આરોપી વીડિયો કોલ કરી ફોન કરતા હોય જેનો ફોન ન ઉપાડતાં આરોપીઓ તેના ઘરે જઇતેમની પત્નીની છેડતી કરી હતી. બાદ મીલનભાઈને મળી બળજબરીપૂર્વક રુપિયા કઢાવવા લાકડી વડે માર મારી 2000 લઇ લીધેલ. અન્ય સાહેદોએ વચ્ચે ડી છોડાવેલ આરોપી રાજુ રબારીએ નેફામાંથી રિવોલ્વર કાઢી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Advertisement
Advertisement
Advertisement