કાણકિયા કોલેજ સાવરકુંડલામાં થેલેસેમીયા ટેસ્ટ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

29 September 2022 01:00 PM
Amreli
  • કાણકિયા કોલેજ સાવરકુંડલામાં થેલેસેમીયા ટેસ્ટ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

કાણકિયા,તા.29 : કાણકિયા કોલેજ તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાન્ચ ના સંયુક્ત ઉપક્રમે માતૃ વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન સાવરકુંડલા વાળા (હાલ મુંબઈ)ના સંપૂર્ણ આર્થિક સહયોગથી થેલેસેમિયા ટેસ્ટ તથા બ્લડ ડોનેશન કેમ્પનું કોલેજમાં આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં કાર્યક્રમના મુખ્ય મહેમાન ડી.એચ.ભાલારા પ્રાંત અધિકારી, ડી.કે.વાઘેલા પોલીસ ઇન્સ્પેક્ટર, સાવરકુંડલા ટાઉન તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન ડો.જે.બી. વડેરા, સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ તથા રેડ ક્રોસ સોસાયટી, અમદાવાદ ટીમ- બ્લડ બેન્ક,રાજકોટ ટીમ તથા નુતન કેળવણી મંડળના ઉપપ્રમુખ મુકુંદભાઈ નાગ્રેચા, મેનેજિંગ ટ્રસ્ટી જયંતીભાઈ વાટલીયા, ટ્રસ્ટી કનુભાઈ ગેડિયા, કારોબારી સભ્ય અષ્ટકાંતભાઈ સૂચક, જનકભાઈ ઉપાધ્યાય વગેરે ઉપસ્થિત રહેલ.થેલેસેમિયા કેમ્પમાં કોલેજના પ્રથમ વર્ષના કુલ 325 વિદ્યાર્થીઓએ આ ટેસ્ટ કરાવેલ તેમજ 25 વિદ્યાર્થીઓએ બ્લડ ડોનેશન કરેલ. તમામ રક્તદાતાઓને દાતા પરિવાર તરફથી એક લીટર સીંગતેલ તથા બ્લડ બેન્ક તરફથી આકર્ષક ભેટ તથા સર્ટીફીકેટ આપવામાં આવેલ.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના પ્રિ.ડો.એસ.સી.રવિયા તથા એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડો.એમ.જે.પટોળીયા, એનસીસી કમાન્ડિગ ઓફિસર ડો. એલ.એલ.ચૌહાણ તથા કોલેજના સમગ્ર સ્ટાફ ગણે વિશેષ જહેમત ઉઠાવેલ.


Advertisement
Advertisement
Advertisement