વેરાવળની મુખ્ય બજારોમાં કોંગ્રેસ દ્વારા મારૂ બુથ મારૂ ગૌરવ પત્રિકાનું વિતરણ

29 September 2022 01:02 PM
Veraval
  • વેરાવળની મુખ્ય બજારોમાં કોંગ્રેસ દ્વારા મારૂ બુથ મારૂ ગૌરવ પત્રિકાનું વિતરણ

વેરાવળ, તા.29 : ગુજરાતની પ્રજાના હિતમાં રાહુલ ગાંધીજી દ્વારા ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બન્યા બાદ લોકોની સુખાકારી અને સુવિધાઓમાં વધારો કરવા અંગે આંઠ વચનોની પત્રિકાનું વિતરણ સોમનાથના ધારાસભ્યની આગેવાની હેઠળ કરવામાં આવેલ છે.ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખ જગદીશભાઇ ઠાકોરની સૂચના અનુસાર ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાની આગેવાની હેઠળ તાલુકા તેમજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરની મુખ્ય બજારો તથા ગ્રામ્ય વિસ્તારોમાં મારૂ બૂથ મારૂ ગૌરવ સાથે આંઠ વચનોની પત્રિકા વિતરણની શરૂઆત કરવામાં આવેલ.

આ તકે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કરશનભાઇ બારડ, ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, એસ.સી.સેલ. ના પ્રમુખ મનસુખભાઇ ભજગોતર, તાલુકા કોંગ્રેસના પ્રમુખ હિરેનભાઇ બામરોટીયા, તાલુકા પંચાયતના વિપક્ષના નેતા જ્યોતિબેન મનશુખભાઈ મકવાણા, સમિતિના પૂર્વ પ્રમુખ વજુભાઈ ડોડીયા, સદસ્ય જગમલભાઇ સોલંકી, કાજલબેન ભજગોતર, નગરપાલિકાના વિપક્ષ નેતા ગુલામભાઈ ખાન, શહેર કોંગ્રેસના પ્રમુખ હર્ષલભાઈ ઋષિ, મહામંત્રી ડો.હિતેશભાઇ જીમૂલીયા, મંત્રી હારુનભાઇ કાલવત, કાજલબેન લાખાણી, ભૂખીભાઈ ગઢીયા, જિગ્નેશભાઈ ભટ્ટ, હેમાંશુભાઈ બોરખતરીયા તેમજ જિલ્લા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ અને નગરપાલિકાના સદસ્ય ઉપસ્થિત રહી આંઠ વચનની પત્રિકા વિતરના કરવામાં આવેલ.


Advertisement
Advertisement
Advertisement