તળાજા નજીક ગમખ્વાર અકસ્માતમાં બે મહિલા અને બે પુરૂષના મોત

29 September 2022 01:06 PM
Bhavnagar Crime Saurashtra
  • તળાજા નજીક ગમખ્વાર અકસ્માતમાં બે મહિલા અને બે પુરૂષના મોત
  • તળાજા નજીક ગમખ્વાર અકસ્માતમાં બે મહિલા અને બે પુરૂષના મોત
  • તળાજા નજીક ગમખ્વાર અકસ્માતમાં બે મહિલા અને બે પુરૂષના મોત
  • તળાજા નજીક ગમખ્વાર અકસ્માતમાં બે મહિલા અને બે પુરૂષના મોત

મહુવા જતા રસ્તા પાસે કાર અને ટાટા લોડીંગ વાહન ટકરાતા ચાર વ્યકિતનો ભોગ લેવાયો : પિપાવાવ પોર્ટનાં ઇલેકટ્રીક ઇજનેરનાં પરિવાર ઉપર આભ ફાટયુ !

(વિપુલ હિરાણી) ભાવનગર, તા.29 : ભાવનગર જિલ્લાના તળાજા નજીક નવા બનેલા ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર શેત્રુંજી નદીના પુલથી મહુવા જતા રસ્તા પર ગઇકાલે બપોરના બે વાગ્યાના સુમારે કવીડ કાર અને ટાટાના લોડીંગ વાહન સામ સામે ટકરાયા હતા.કારમા સવાર બે મહિલા અને બે પુરુષ મળી ચાર વ્યકિત સવાર હતા.ચારેયને ગંભીર ઇજાઓ પહોંચી હતી.જેમાં ત્રણ વ્યકિત ના મોત નીપજ્યા હતા.એક યુવકને ગંભીર હાલતે ભાવનગર ખસેડવામાં આવેલ જયાં સારવાર દરમિયાન તેનું પણ મોત નિપજયું હતું.

આ ગોઝારા અકસ્માતની મળતી વિગતો મુજબ મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નિપ સથરા ગામના રહેવાસી અને હાલ પીપાવાવ પોર્ટ પર ઇલેક્ટ્રિક ઇજનેર તરીકે ફરજ બજાવતા વિજયભાઈ ઉગાભાઈ જોળીયા ઉ.વ 45 પત્ની કૈલાસબેન તથા પરિવારના પૂરીબેન શિવાભાઈ જોળીયા તથા કમલેશ અજયભાઈ જોળિયા ઉ.વ.25 ચારેય પોતાની કવિડ કાર મા ભાવનગરથી પોતાના ગામ નિપ સથરા જવા બપોરના સુમારે નીકળ્યા હતા. બપોરે બે કલાકના અરસામાં તળાજા નજીક શેત્રુંજી નદી નાપુલથી આગળ નેશનલ હાઇવે પરથી આગળ વધી રહ્યા હતા.

ત્યારે સામેંથી આવતા ટાટા ના લોડીંગ વાહન જીજે-04 એ ડબલ્યુ-4403 બંને વાહન સામ સામે ટકરાયા હતાં.જેમાં કારના આગળનો ભાગનો કચ્રઘાણ વળી ગયો હતો.ચારેયને ગંભીર ઈજાઓ થઈ હતી.જેમાં સ્થળ પર જ બંને મહિલાઓ એ છેલ્લા શ્વાસ ગણી લીધા હતા. હોસ્પિટલ ખાતે વીજયભાઈ જોળીયા એ દમ તોડી દીધો હતો.કમલેશ જોળિયાં ને ગંભીર ઇજાઓ સાથે ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ ગ્રાન્ટમાંથી આપેલ આઇ.સી.યુ સાથે ની એમ્બ્યુલન્સ મા ભાવનગર રીફર કરવામાં આવેલ. જેમનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. કન્ટેનર પર એસ.વી ઓટો પેક લખેલું હતું.

કાળનો કોળિયો બનેલ દંપતિ વિજયભાઈના પત્ની કૈલાસબેનની ભાવનગર સારવાર ચાલુ હોય ડાકટરી તપાસ કરાવી પરત ફરતા હતા. તેમાં હોસ્પિટલ ખાતે તેમના પરિવાર દ્વારા જણાવાયું હતું.તળાજા 108 અને પોલીસ જવાનોની કામગીરી ઝડપી પ્રસંશનીય રહી હતી. બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા વળ્યા હતા.સેવાભાવ સાથે અજાણ્યા રાહદારીઓ એ મૃતકોને હોસ્પિટલ ખસેડેલ. કોળી સમાજના રાજકીય સામાજિક આગેવાનો કનુભાઈ સુખાભાઈ ચોહાણ,ગૌતમભાઈ ચોહાણ, જી.પં.ના આરોગ્ય ચેરમેન વિક્રમભાઈ ડાભી,તાલુકા પંચાયત સભ્ય ભરતભાઈ સરવૈયા સહિતના મોટી સંખ્યામાં દોડી આવ્યા હતાં.


Related News

Advertisement
Advertisement
Advertisement