માળીયા (મીં)ના વાંઢ વિસ્તારમાં માતા-પુત્રને છરીના ઘા ઝીંકીને કૌટુંબિક ભત્રીજાના દીકરાએ કરી હત્યા

29 September 2022 01:11 PM
Morbi Crime
  • માળીયા (મીં)ના વાંઢ વિસ્તારમાં માતા-પુત્રને છરીના ઘા ઝીંકીને કૌટુંબિક ભત્રીજાના દીકરાએ કરી હત્યા

શાહરૂખ મોવરે આડેધડ ઘા મારી દીધા : ભેંસ ચરાવવા જેવી બાબતમાં બનાવ

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી, તા.29 : મોરબીના માળિયા મીંયાણા તાલુકામાં આવેલા કોયબા વાંઢ વિસ્તારમાં ભેસ ખેતરમાં આવીને પાકને નુકશાન કરતાં ભેંસ ચરાવવા બાબતે વચ્ચે બોલચલી થયેલ હતી જેમાં ઉશ્કેરાઈ ગયેલા ભત્રીજાના દીકરાએ ફરિયાદીની પત્ની અને દીકરાને છરીના જીવલેણ ઘા ઝીકિ દીધા હતા તે બંનેના મોત થયા હતા જેથી કરીને મૃતક મહિલાના પતિએ તેના કૌટુંબિક ભત્રીજાના દીકરાની સામે હાલમાં પત્ની અને દીકરાની હત્યા કરી હોવાની ફરિયાદ કરતા માળીયા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

જાણવા મળતી વિગતો મુજબ માળીયા મીંયાણા તાલુકાના કોયબા વાંઢ વિસ્તારમાં ભેંસ ચરાવવા બાબતે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં કૌટુંબિક ભત્રીજા યુસુફભાઈ મોવરના દીકરા શાહરૂખ મોવરે છરી વડે હુમલો કર્યો હતો અને ત્યારે ઝરીનાબેન ઇશાભાઈ મોવર (ઉમર 45) અને તેના દીકરા હબીબ યુસુબભાઇ મોવર (ઉમર 23) ને છરીના ઘા ઝીંકી દીધા હતા તે બંનેના મોત નિપજ્યાં હતા. આ બનાવમાં મૃતક મહિલાના પતિ ઇશાભાઈ હબીબભાઈ મોવરએ માળીયા તાલુકા પોલીસ સ્ટેશને હાલમાં શાહરૂખ યુસુફભાઈ મોવર સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે

જેમાં તેને જણાવ્યુ છે કે, તેના ખેતરમાં આરોપીની ભેંસ આવી હતી અને પાકને નુકશાન કર્યું હતું જેથી તેના દીકરા હબીબ મોવરે આરોપીને કહ્યું હતું કે, તમારી ભેંસે અમારા કપાસના પાકમાં નુકશાન કર્યું છે અને અગાઉ અમારી ભેંસે તમારા ખેતરમાં નુકશાન કર્યું હતું ત્યારે તમારા પિતાએ ઠપકો અપાયો હતો જેથી ઉશ્કેરાઈ ગયેલા શખ્સે હબીબને ગળાના ભાગે તેમજ તેની માતાને સાથળના ભાગે છરીના જીવલેણ ઘા ઝીંકી દીધા હતા હાલમાં માળીયા પોલીસે મૃતક મહિલાના પતિની ફરિયાદ લઈને પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.


Related News

Advertisement
Advertisement
Advertisement