ઉપલેટામાં પાલિકા દ્વારા ઓલમ્પિક લેવલના જીમ-સ્વીમીંગ પુલનું ખાતમુહૂર્ત

29 September 2022 01:13 PM
Dhoraji
  • ઉપલેટામાં પાલિકા દ્વારા ઓલમ્પિક લેવલના જીમ-સ્વીમીંગ પુલનું ખાતમુહૂર્ત

ભાજપના હોદ્દેદારો અને નગરજનોની ઉપસ્થિતિ

(ભરત દોશી દ્વારા) ઉપલેટા, તા.29
ઉપલેટા નગરપાલિકા દ્વારા મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ગ્રાઉન્ડમાં ઓલમ્પિક લેવલના જીમ અને સ્વિમિંગ પુલનુ ખાતમુર્હુત કરવામાં આવ્યુ હતુ. નગરપાલિકા દ્વારા શહેરના લોકોની આરોગ્ય અને ફિટનેસની જાળવણી થાય અને શહેરના લોકોને સ્પોર્ટ્સ પ્રત્યે રૂચિ વધે તે માટે ઉપલેટા નગરપાલિકા દ્વારા શહેરીજનો માટે વધુ એક વિકાસલક્ષી કાર્ય ઓલમ્પિક લેવલના 2.25 કરોડના ખર્ચે સ્વિમિંગ પુલ અને 1.25 કરોડના ખર્ચે જીમનુ ખાતમુહૂર્ત નગરપાલિકાના પ્રમુખ મયુર સુવાના હસ્તે કરવામાં આવ્યુ હતુ. આ ખાતમુહૂર્ત પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ મયુર સુવા ઉપપ્રમુખ મંજુબેન માકડીયા પુર્વ પ્રમુખ દાનાભાઈ ચંદ્રવાડિયા નગરપાલિકાના સદસ્યો સહિત ભાજપના આગેવાનો હોદેદારો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


Advertisement
Advertisement
Advertisement