મોરબીના સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં 500 ખેલૈયાઓએ લીધો દેહદાન-અંગદાનનો સંકલ્પ

29 September 2022 01:16 PM
Morbi
  • મોરબીના સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં 500 ખેલૈયાઓએ લીધો દેહદાન-અંગદાનનો સંકલ્પ

(જીગ્નેશ ભટ્ટ) મોરબી, તા.29
મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શહીદ ભગતસિંહના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી અને સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં શહીદ ભગતસિંહના જન્મ દિવસે 500 ખેલૈયાઓ દ્વારા અંગદાન તેમજ દેહદાનનો સંકલ્પ કરવામાં આવેલ છે જેને રાજયના મંત્રીએ બિરદાવેલ છે

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા તમામ સમાજના લોકો એકસાથે રાસ ગરબે રમી શકે તેવુ સંકલ્પ નવરાત્રિનું લીલાપર- કેનાલ રોડ પર આવેલ કેશવ પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ સમાજની મહિલાઓ માટે ફ્રી એન્ટ્રી આપવામાં આવે છે અને ત્યાં મોટી સંખ્યા ખેલૈયાઓ પ્રાચીન અને અર્વાચીન ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. દરમ્યાન આઝાદી માટે પ્રાણની આહુતિ આપનાર શહીદ ભગતસિંહના જન્મ દિવસની સંકલ્પ દિવસ તરીકે ઉજવણી કરવાનૂ નક્કી કરવામાં આવ્યું હતું

ત્રીજા નોરતે સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઇ રબારી સહિતનાઓ દ્વારા શહીદ ભગતસિંહના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે કેક કટિંગ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ અંગદાન અને દેહદાન કરવા માટેનો સંકલ્પ લેવામાં આવ્યો હતો જેમાં 500 જેટલા ખેલૈયાઓ દ્વારા આ સંકલ્પ લેવામાં આવ્યો હતો જેથી મોરબી માળીયાના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ અંગદાન અને દેહદાન કરવાના સંકલ્પને બિરદાવયો હતો


Advertisement
Advertisement
Advertisement