ખંભાળિયા નજીક બે ટ્રક વચ્ચેની ટકકરથી પવનચકકીનાં થાંભલામાં નુકશાની:ફરિયાદ

29 September 2022 01:16 PM
Jamnagar
  • ખંભાળિયા નજીક બે ટ્રક વચ્ચેની ટકકરથી પવનચકકીનાં થાંભલામાં નુકશાની:ફરિયાદ

જામ ખંભાળિયા, તા.29 ; ખંભાળિયા નજીકના ભાણવડ-પોરબંદર બાયપાસ પાસે પવનચક્કીના થાંભલાને લઈને જઈ રહેલા મૂળ ઉત્તર પ્રદેશ રાજ્યના સુલતાનપુર જિલ્લાના રહીશ એવા રાજબહાદુર શ્રી બલદુરામ વર્મા નામના 35 વર્ષના યુવાનના ટ્રક સાથે ગફલતભરી રીતે આવી રહેલા જી.જે. 10 પી.વી. 5054 નંબરના ટ્રકના ચાલકે પાછળથી અકસ્માત સર્જતા ફરિયાદી રાજબહાદુરના ટ્રકમાં રહેલા પવનચક્કીના થાંભલામાં નુકસાની થવા પામી હતી.

એટલું જ નહીં આરોપી ટ્રકના ચાલકે ફરિયાદી રાજબહાદુરવર્માને ઢીકા-પાટુનો માર મારી, મૂઢ ઇજાઓ પહોંચાડવા સબબ અહીંના પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે સંદર્ભે પોલીસે આઈપીસી કલમ 323, 279, 504, 427 તથા એમ.વી. એક્ટની જુદી-જુદી કલમ મુજબ ગુનો નોંધ્યો છે.

મીઠાપુરમાં પીધેલા વાહન ચાલકો સામે કાર્યવાહી
મીઠાપુરના આરંભડા સીમ વિસ્તારમાંથી પોલીસે પાડલી ગામના વનરાજસિંહ બાલુભા વાઢેર નામના 50 વર્ષના ગરાસિયા શખ્સને રૂ. દસ હજારની કિંમતના હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ પર નીકળતા ઝડપી લીધો હતો. જ્યારે આરંભડામાં રહેતા વિજય ધના હાથીયા નામના 24 વર્ષના યુવાનને કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા 15,000 ની કિંમતના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર જતા પોલીસે તેની સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી.


Advertisement
Advertisement
Advertisement