બજરંગ ગ્રુપની ભૂલકા ગરબીમાં 1100થી વધુ બાળાઓ દ્વારા માતાજીની આરાધના

29 September 2022 01:17 PM
Dhoraji
  • બજરંગ ગ્રુપની ભૂલકા ગરબીમાં 1100થી વધુ બાળાઓ દ્વારા માતાજીની આરાધના
  • બજરંગ ગ્રુપની ભૂલકા ગરબીમાં 1100થી વધુ બાળાઓ દ્વારા માતાજીની આરાધના

દાતાઓના સહયોગથી દરરોજ લાણીનું કરાતું વિતરણ

ધોરાજી,તા.29 : ધોરાજી ખાતે બજરંગ ગ્રુપ દ્વારા છેલ્લા 20 વર્ષની સફળતા બાદ આ વર્ષે પણ ભુલકા ગરબીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં એક સાથે 1100થી વધારે બાળાઓ ડીજેના સથવારે રાસ રમી માતાજીની આરાધના કરે છે.બાળાઓને રોજ આયજકો અને દાતાઓના સહયોગથી દરરોજ વિવિધ પ્રકારની લાણી વિતરણ કરવામાં આવે છે તેમ બજરંગ ગ્રુપનાં પ્રમુખ સી.સી. અંટાળાએ જણાવેલ હતું. બીજા નવલા મોરતાની માતાજીની આરતી ધોરાજીના ઉદ્યોગપતિ ચેતન વઘાસીયા, હાર્દિક વઘાસીયા તેમજ ધોરાજી શહેર ભાજપ ઉપપ્રમુખ વિજયભાઈ અંટાળા (ભગવાન), સી.સી. અંટાલા સહિતના લોકોએ માતાજીની આરતી ઉતારી ધન્યતા અનુભવેલ હતી. આ ભુલકા ગરબીનેસફળ બનાવવા બજરંગ ગ્રુપના કાર્યકરો બહેનો સહિતના લોકો રાત દિવસ જહેમત ઉઠાવી રહ્યાં છે.


Advertisement
Advertisement
Advertisement