ઉપલેટા તાલુકાના મધ્યાહન ભોજન કર્મચારીઓ આંદોલનના માર્ગે

29 September 2022 01:18 PM
Dhoraji
  • ઉપલેટા તાલુકાના મધ્યાહન ભોજન કર્મચારીઓ આંદોલનના માર્ગે

સમાન કામ સમાન વેતન મુજબ વેતન ચૂકવવાની માંગ સાથે હડતાળ પર: મામલતદારને આવેદનપત્ર

(ભરત દોશી દ્વારા) ઉપલેટા, તા.29
ઉપલેટા તાલુકા મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓએ પોતાની વિવિધ પડતર માગણીઓને લઈને મામલતદાર કચેરીએ સૂત્રોચ્ચાર મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. તેમના જણાવ્યા પ્રમાણે મધ્યાહ્ન ભોજન યોજનામા છેલ્લા 37 વર્ષથી સાવ નજીવા મશ્કરી સમાન માનદ વેતન જેમ કે સંચાલકને 1600, રસોયાને 1400 અને મદદનીશને 500 અને ટેડાગરને 300 જેવુ નજીવુ માનદ વેતન ચુકવવામાં આવે છે.

હાલની આ કારમી મોંઘવારી તેમજ અમોને આપવામાં આવતી કામગીરી જેમા સમગ્ર ભારતમાં મધ્યાહન ભોજન યોજનાના મેનુમા એક પણ રાજયમા નાસ્તાની જોગવાઈ ન હોય, ફકત ગુજરાત સરકાર વાળા મેનુના બે ભાગ કરી કઈપણ આર્થિક બોજા પાડયા વિના તેમજ કોઈપણ જાતનો અને કોઈ વધારો કર્યા વિના મેનુના બે ભાગ કરી પ્રથમ ભોજન તેમજ ભોજન આપવાનુ રાજય સરકાર ધ્વારા નકી થચેલ છે. બે પાળીની શાળામાં અમારા કર્મચારીઓને પ્રથમ પાળીમા 9:4પ વાગ્યે નાસ્તો, 12:30 વાગ્યે ભોજન, બીજી પાળી માટે 1:00 વાગ્યે ભોજન અને 3:30 વાગ્યે નાસ્તો આપવાનું સ્થાનિક અધિકારીઓ દ્વારા પરિપત્ર કરેલ હોય.

અમારા કર્મચારીઓને આ યોજનાનુ સંચાલન કરવા માટે સવારે 8:00 વાગ્યા થી સાંજે પ:00 વાગ્યા સુધી સતત કેન્દ્ર ઉપર હાજર રહી કામગીરી કરવાની હોય છે. કામની કલાકો આઠ કલાકથી પણ વધારે હોય, અમારા મંડળ વતી અમારી ફકત એકજ માંગ છે કે અમોને કામની કલાકો મુજબ સમાન કામ સમાન વેતન મુજબ લઘુતમ ધારાધોરણ મુજબ અમોને વેતન ચકવવામાં આવે જયા સુધી અમારી માંગનો સ્વીકાર નહી કરવામાં આવે ત્યાં સુધી અમે અમારા મધ્યાહન ભોજન કેન્દ્ર બંધ રાખી હડતાળમાં જોડાશુ. આજથી બંધ થનારા મધ્યાન ભોજન યોજના બંધ થવાના કારણે બાળકોને ભોજન મળશે નહીં તેનું કર્મચારીઓએ દુ:ખ વ્યક્ત કર્યું હતું.


Advertisement
Advertisement
Advertisement