માંગરોળમાં ધોળા દિવસે મકાનનાં તાળા ખોલી સોનાનાં દાગીના-રોકડની ચોરી

29 September 2022 01:19 PM
Junagadh Crime
  • માંગરોળમાં ધોળા દિવસે મકાનનાં તાળા ખોલી સોનાનાં દાગીના-રોકડની ચોરી

જુનાગઢની સગીરાને નેપાળી યુવાન ભગાડી ગયો

જુનાગઢ, તા.29
માંગરોળ બંદર એગ્રો પાછળ પંજાબ વિસ્તારમાં રહેતી એક મહિલાના બંધ મકાનનું તાળુ ખોલી તસ્કરે રૂા.1.60 લાખના સોના ચાંદીના દાગીના રોકડ રકમની ચોરીની ફરિયાદ નોંધાવી છે. માંગરોળ બંદર એગ્રો પાછળ પંજાબ વિસતારમાં રહેતા પારૂલબેન રમેશભાઇ ભાદ્રેચા તેમના નણંદની દિકરીના પુત્રનું અવસાન થતા જેથી ઘરે તાળુ મારીને ચાવી પાટલી ઉપર રાખીને ગયેલ બાદ કોઇ જાણભેદુએ ચાવી લઇ તાળુ ખોલી વાસણ રાખવાની કાંધી ઉપર રાખેલ સ્ટીલના ડબ્બામાંથી આશરે ચાર તોલાનો ચેન રૂા.80,000, રૂદ્રાક્ષની સોનાની માળા એક બે તોલા રૂા. 40,000, સોનાની પાંદડીવાળી બુટી અડધા તોલા, રૂા. 10,000 સહિત કુલ રૂા. 1,60,000 તેમજ રોકડ રકમ કેટલી હતી તે યાદ ન હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. તપાસ માંગરોળ મરીનના પોલીસ સબ ઇન્સ્પેકટર એસ.આર.સોલંકીએ હાથ ધરી છે.

અપહરણ
હાલ જુનાગઢ કલેકટર કચેરી પાછળની મેર સોસાયટીમાં પોપટભાઇ ઓડેદરાના ભાડેથી મકાનમાં રહેતા મુળ ટીકાપુર કપલાલી જી. કાઠમંડુ (નેપાળ)ના શખ્સની 14 વર્ષ 6 માસવાળી સગીરા દિકરીને દાહોદના લીમખેડા તાલુકાના કંબોઇ ગામનો રહીશ ભરત ઉર્ફે રાજુ ભુરીયા ગત તા.26-9ની સાંજે 4 કલાકે મીરાનગર, જુનાગઢ ખાતેથી લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે ઘરેથી અપહરણ કરી ભગાડી ગયાની ફરિયાદ નોંધાવતા પીએસઆઇ જે.એમ.વાળાએ તપાસ હાથ ધરી છે.

મહિલાનું મોત
જુનાગઢ ભવનાથ ગોરખનાથ આશ્રમની સામે આવેલ ડોમમાં એક અજાણી સ્ત્રી ઉ.વ.આ. પપ વાળી ગત તા. ર7-9ના રોજ કોઇ બિમારી સબબ દાખલ થયેલ જેનું સારવાર દરમ્યાન મોત નોંધાતા ભવનાથ પોલીસે તપાસ હાથ ધરી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement