રોકડીયા હનુમાન ગરબીને નિહાળવા લોકોની જામતી ભીડ

29 September 2022 01:20 PM
Dhoraji Saurashtra
  • રોકડીયા હનુમાન ગરબીને નિહાળવા લોકોની જામતી ભીડ

બાળાઓ દ્વારા વેશભૂષા અભિનય તથા અવનવા રાસનું આયોજન

ધોરાજી,તા. 29 : રોકડીયા હનુમાન ગરબી મંડળ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ગરબીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ ગરબીને નિહાળવા માટે આજુબાજુના વિસ્તારમાંથી જનમેદની ઉમટી પડે છે. આ ગરબીની બાળાઓ દ્વારા વેશભુષા, અભિનય, વિવિધ પ્રકારનાં રાસોનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. રોકડીયા હનુમાન ગરબી મંડળના યુવાનો દ્વારા વિવિધ પ્રકારના ધાર્મિક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે.સાથે સાથે સેવાકીય પ્રવૃતિઓ કરવામાં હરહંમેશ અગ્રેસર રહે છે. રોકડીયા હનુમાન ગરબીને સફળ બનાવવા પ્રમુખજીતુભાઈ વઘાસીયા, ઉપપ્રમુખ કલ્પેશભાઈ હીરપરા, તથા તેમની ટીમ જહેમત ઉઠાવી રહેલ છે.


Related News

Advertisement
Advertisement
Advertisement