સુરેન્દ્રનગર પોલીસ પરિવારની ગરબીમાં જમાવટ કરવા દેવાયત ખવડને આમંત્રણ

29 September 2022 01:21 PM
Surendaranagar Saurashtra
  • સુરેન્દ્રનગર પોલીસ પરિવારની ગરબીમાં જમાવટ કરવા દેવાયત ખવડને આમંત્રણ
  • સુરેન્દ્રનગર પોલીસ પરિવારની ગરબીમાં જમાવટ કરવા દેવાયત ખવડને આમંત્રણ

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.29
સુરેન્દ્રનગર પોલીસ પરિવારની ગરબીમાં વધુ લોકોને ગરબામાં રંગત જામે તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા દેવાયત ખવડને આમંત્રિત કરી અને લોકોના મન જીતી લીધા. કોરોના વાયરસ ના કારણે છેલ્લા બે વર્ષ સુધી નવરાત્રી ઉત્સવ અને માના નવલા નોરતા નો કાર્યક્રમ પણ કોરોના વાયરસમાં બંધ રહ્યો હતો ત્યારે આ વર્ષે નવરાત્રી પરંપરાગત મુજબ ઉજવણી કરવામાં આવી રહી છે

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પાર્ટી પ્લોટ કરતા પણ વધુ માનવમેદની સુરેન્દ્રનગર જવાહર ગ્રાઉન્ડ ખાતે સુરેન્દ્રનગર પોલીસ પરિવાર દ્વારા યોજવામાં આવેલ નવરાત્રી મહોત્સવમાં વધુ જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત અને તેમના પત્ની આ ગરબીને સફળ બનાવવા પૂરતું ધ્યાન કેન્દ્રિત કરી અને લોકોને સલામત રીતે નવરાત્રી મહોત્સવ માની શકે અને બહેનોની સલામતી સાથે એક ભવ્ય ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે હાલમાં પાર્ટી પ્લોટ કરતા પણ વધુ બહેનો પોલીસ પરિવારના નવરાત્રી મહોત્સવમાં ભાગ લઈ રહી છે

ત્યારે ગઈકાલે રાત્રિના ગરબામાં જાણીતા કલાકાર ગણાતા દેવાયત ખવડ પણ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક નું માન રાખી અને ઉપસ્થિત રહ્યા હતા અને તેમને પણ બહેનોને ગરબા ગવડાવ્યા હતા અને પોલીસ પરિવારની આ ગરબીને ચાર ચાંદ લગાવી દીધા હતા ત્યારે આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કેસી સંપટ તેમજ અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement