દસાડામાં કેમિકલયુક્ત પાણી છાંટી જમીનને નુકસાન પહોંચાડનાર સામે ફરિયાદ

29 September 2022 01:23 PM
Surendaranagar Saurashtra
  • દસાડામાં કેમિકલયુક્ત પાણી છાંટી જમીનને નુકસાન પહોંચાડનાર સામે ફરિયાદ
  • દસાડામાં કેમિકલયુક્ત પાણી છાંટી જમીનને નુકસાન પહોંચાડનાર સામે ફરિયાદ
  • દસાડામાં કેમિકલયુક્ત પાણી છાંટી જમીનને નુકસાન પહોંચાડનાર સામે ફરિયાદ

‘સાંજ સમાચાર’ના અહેવાલનો પડઘો : કલરકામ કરવાનો પાઉડર બનાવવા કેમિકલ પ્રોસેસ માટે પાણી ભેગું કરતા હતા

(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.29 : દસાડા પંથકમાં ગેરકાયદેસર કેમિકલ ફેક્ટરી પર સીઆઇડી ક્રાઇમના દરોડાથી ચકચાર મચી જવા પામી છે. જેમાં કેમિકલયુક્ત પાણી નાખી જમીનને નુકસાન પહોંચાડનાર સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફેક્ટરીમાં કલરકામ કરવાનો પાઉડર બનાવવા કેમિકલ પ્રોસેસ માટે પાણી ભેગું કરતા હોવાનું સામે આવ્યું છે. દસાડા પંથકના સુશીયા ગામે ગેરકાયદેસર રીતે ધમધમતી કેમિકલ ફેક્ટરી પર સીઆઇડી ક્રાઇમના દરોડાથી ચકચાર મચી જવા પામી છે. હાલમાં પોતાના આર્થિક લાભ માટે અન્ય લોકોની માનવ જિંદગીને દાવ પર લગાડતા લોકો અચકાતા નથી. આવા જ વધુ એક બનાવની સીઆઇડી ક્રાઇમ, રાજકોટ ઝોને ફરિયાદ નોંધી છે. ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના સીઆઇ સેલના હેડ કોન્સ્ટેબલ મનુભાઇ શકરાભાઇ દેસાઇએ અમદાવાદ જિલ્લાના ડાંગરવા ગામના પંકજ પટેલ અને મહેસાણા જિલ્લાના તંબોડી વાસના સાકીર સિદીક ઘાંચી સામે આઇપીસી 277, 278, 114, પર્યાવરણ સુરક્ષા અધિનિયમની કલમ 15, પાણી પ્રદૂષણ અધિનિયમની કલમ 24 હેઠળ ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદમાં જણાવ્યા મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના સુશિયા ગામની સીમમાં ગેરકાયદેસર કેમિકલ ફેક્ટરી ચાલતી હોવાનું અને કેમિકલ પ્રોસેસ થયા વગરનું પાણી સીમમાં ઠાલવી જમીનને નુકસાન પહોંચાડતા હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે તુરંત ટીમ ત્યાં દોડી જઇ દરોડો પાડ્યો હતો. જ્યાંથી આરોપી પંકજ પટેલ અને સાકીર ઘાંચી મળી આવ્યા હતા. પૂછપરછમાં બંને ભાગીદારીમાં સધી ઇન્ડસ્ટ્રીઝના નામથી ડાઇઝ કલર બનાવવાનો પાઉડર બનાવતા હોવાનું જણાવ્યું હતું. જેથી બંને પાસે ફેક્ટરીના કાગળો માગતાં તેમની પાસે કોઇ પણ લાઇસન્સ ન હોવાનું જણાવ્યું હતું.

આથી એમણે બીજા દિવસે સુરેન્દ્રનગરના જીપીસીબી વિભાગને જાણ કરી હતી. જીપીસીબી વિભાગની તપાસમાં ફેક્ટરી પાસે સો બાય સોનો એક હોજ મળી આવ્યો હતો. 33 મીટર ઊંડા હોજમાં ફેક્ટરીમાંથી નીકળતું કેમિકલયુક્ત પાણીને ઠલવવામાં આવતું હતું. તંત્રએ હોજમાંથી કેમિકલયુક્ત પાણીના સેમ્પલ લઇ પંચનામું કર્યું હતું. કેમિકલ પ્રોસેસ કરેલું કેમિકલયુક્ત પાણી હોજમાં નાંખવાને કારણે આસપાસની જમીનને નુકસાન થયું હતું.એટલું જ નહિ ગેરકાયદેસર ફેક્ટરી પાસે કોઇ સીસીટીવી કેમેરા પણ લગાડવામાં આવ્યા ન હતા. દરમિયાન રાત્રીનો સમય હોય બીજા દિવસે સુરેન્દ્રનગરના જીપીસીબી વિભાગને જાણ કરી હતી. જીપીસીબી વિભાગની તપાસમાં ફેક્ટરી પાસે સો બાય સોનો એક હોજ મળી આવ્યો હતો. 33 મીટર ઊંડા હોજમાં ફેક્ટરીમાંથી નીકળતું કેમિકલયુક્ત પાણીને ઠલવવામાં આવતું હતું.

અગરીયાઓની વેદનાના અહેવાલના પગલે તપાસ આવી હતી
‘સાંજ સમાચાર’માં અગરિયાઓની વેદના વિશેના સમાચાર તા.8-9 ના રોજ પ્રસિદ્ધ થયા હતા અને અનેક અગરિયાઓ રણમાં પોતાને આ ચામડીના રોગથી પીસાઈ રહ્યા છે તેઓ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. જેને લઇ અને સીધી રાજકોટ થી તપાસ આવી હતી અને અનેક કંપનીઓ જે કેમિકલ યુગ પાણી છોડી રહી છે જેના ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે અને જે કંપનીઓ કેમિકલ યુગ પાણી છોડી અને અન્ય જમીનને પણ બંજર બનાવી રહી છે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે જ્યારે દરોડા દરમિયાન આ કેમિકલ યુકત પાણી સો ફૂટ ઊંડા ખાડા ખોદી અને તેમાં તેમની ફેક્ટરીઓથી દૂર એકત્રિત કરવામાં આવતું ઓનું પણ ધ્યાન ઉપર આવ્યું ત્યારે ‘સાંજ સમાચાર’ ફરી એકવાર અગરિયાઓની વેદના એ પહોંચ્યું છે.


Related News

Advertisement
Advertisement
Advertisement