સુરેન્દ્રનગર : જેલ કર્મચારીઓનાં પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા ઉગ્ર આંદોલનની ચીમકી

29 September 2022 01:32 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગર : જેલ કર્મચારીઓનાં પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા ઉગ્ર આંદોલનની ચીમકી

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.29 : ગુજરાતમાં જેલ કર્મચારીઓની પડતર માંગણીઓ આજ સુધી પુરી નહીં થતા સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જીલ્લાના 100થી વધુ જેલ કર્મચારીઓએ બુધવારે સામુહિક માસ સી.એલ. ઉપર ઉતરી જઈને વિરોધ વ્યકત કર્યો હતો. તેમજ હજુ પણ પડતર માંગોનો યોગ્ય ઉકેલ ન આવે તો ઉગ્ર આંદોલન શરૂ કરવાની ચીમકી આપવામાં આવી છે.

આ અંગેની વિગત એવી છે કે, ગુજરાતના જેલ કર્મચારીઓ પોલીસ સાથેના સમાન હક્કની માંગ કરી રહ્યા છે. ફિક્સ રકમ, જાહેર, સુરક્ષા પેકેજમાં જેલ કર્મચારીઓનો સમાવેશ, રજા પગારમાં વધારો આપવા, પગા 2 ધોરણમાં સુધારાનો લાભ આપવા, જુની પેન્શન યોજનાનો લાભ આપવા, શિફ્ટ મુજબ નોકરી ફરજીયાત કરવા સહીતની માંગણીઓ અને લાભો આપવામાં સરકાર દ્વારા ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા

હોવાથી સમગ્ર ગુજરાત સાથે સુરેન્દ્રનગર જીલ્લાના 100 થી વધુ જેલ કર્મચારીઓ બુધવારે સામુહિક માસ સી.એલ.ઉપર ઉતરી ગયા હતાં અને કામગીરીથી અળગા રહ્યા હતા. કર્મચારીઓ રજા ઉપર ઉતરી જતા કેદીઓને સાચવવાની વ્યવસ્થામાં જેલ તંત્રને હાલાકી વેઠવી પડી હતી. પડતર માંગણીનો યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન શરૂ કરવાની ચીમકી આપવામાં આવી છે.


Advertisement
Advertisement
Advertisement