સરા ગામે શેરી મહોલ્લામાં ઘોઘાની પરંપરા અકબંધ

29 September 2022 01:33 PM
Surendaranagar
  • સરા ગામે શેરી મહોલ્લામાં ઘોઘાની પરંપરા અકબંધ

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.29 : સરા ગામે નવરાત્રી પર્વ દરમ્યાન નાના નાના છોકરાઓ હાથમાં ધોધો અને નાની બાળાઓ માથે ગરબો જેમા દિવો પ્રગટાવેલ હોય તે લઇને ધરે ધરે ગીતો ગાતી જતી બાળકોની પરંપરા હજી ગ્રામ્ય વિસ્તારોમા જોવા મળે છે ગીતો ગાતા નાના ભુલકાઓને ધરે થી ચોકલેટ પીપર આપતા તેમના મુખ પર ખુશીનું હાસ્ય જોવા મળે છે સરા ગામના સાગર મહારાજે જણાવ્યા મુજબ ગરબો બ્રહ્માડનું પ્રતિક છે તેમા 27 છિદ્રો એક લાઇન મા 9 એવી 3 લાઇન હોય છે 27 છિદ્રો નક્ષત્ર છે એક નક્ષત્ર ને ચાર ચરણ હોય એટલે 108 ગરબો લઇ પ્રદક્ષિણા કે ગરબા એ ધુમવાથી બ્રહ્માંડની પ્રદક્ષિણાનું પુણ્ય મળે તેવી માન્યતા છે આસ્થા સાથે નાના ભુલકાઓ અને ગરબે મહિલાઓ ધુમી પુણ્યનુ ભાથુ બાંધે છે.


Advertisement
Advertisement
Advertisement