ચોટીલા-બામણબોર રોડ ઉ5ર કારની ઠોકરે તળાજાનાં યુવકનું મોત

29 September 2022 01:35 PM
Surendaranagar
  • ચોટીલા-બામણબોર રોડ ઉ5ર કારની ઠોકરે તળાજાનાં યુવકનું મોત

માતાની નજર સામે જ પુત્રનું મોત નિપજતા કલ્પાંત

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.29 : સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા-બામણબોર રોડ પર કોઈ કારની ઠોકરે તળાજાના યુવકનું તેના માતાની નજર સામે જ મોત નીપજ્યું હતું. તેમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.આ અંગે ચોટીલા પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

આ ગોઝારા અકસ્માતના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, ભાવનગરના તળાજાનો વતની અને હાલ મોરબીમાં લાદીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો પાર્થ નરેન્દ્રભાઈ ભટ્ટ (ઉ.વ.40)નામનો યુવાન તેમના માતા ભાવનાબેન સાથે ઢુવા ચોકડી પાસે દર્શન કરવા ગયા હતા. ત્યારે માતા થોડે દૂર થેલો લેવા ગયા હતા. અને પુત્ર પાર્થ રસ્તા પર હતો, ત્યારે પુરઝડપે આવી રહેલી કારે ઠોકરે લેતા

તેઓને ઘવાયેલી હાલતમાં સારવાર અર્થે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.ત્યાં ગંભીર રીતે ઘવાયેલા પાર્થનું સારવારમાં મોત નીપજ્યું હતું. પાર્થ એક ભાઈ એક બહેનમાં નાનો અને અપરિણીત હતો.પાર્થ ઘરનો આધાર સ્થંભ હતો. ત્યારે માતાની નજર સામે જ પુત્રનું અકસ્માતમાં મોત નિપજતા પરિવારમાં શોક છવાયો છે. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થયા હતા.


Advertisement
Advertisement
Advertisement